દિવાળી વેકેશન ઈફેક્ટ : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ભારે પડાપડી: ટિકિટ લેવા 2 કિમીની લાઈન, 50 લાખની આવક

Spread the love

મિ.રિપોર્ટર, ૯મી નવેમ્બર. 

હાલમાં દિવાળી વેકેશન હોઈ સરદાર વલ્લભભાઇની ૧૮૨ ફૂટ ઉચી એવી ”  સ્ટેચ્યૂ ઓફ યુનિટી” ને  જોવા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટી” ને માણવા માટે જરૂરી ટિકિટ લેવા લોકો પડાપડી કરી રહ્યાં છે. હાલ ટિકિટ મેળવવા 2 કિમી જેટલી લાંબી લાઈન લાગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ ઓપન કરાયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ને જોવા માટે આવતા પ્રવાસીઓથી નિગમને  50 લાખથી પણ વધુની આવક થઈ છે.

નવા વર્ષે 4 વાગ્યા સૂધી 16036 પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે ઉમટી રહ્યાં છે. આજના દિવસે 20 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાયા છે.  પ્રવાસીઓની સંખ્યા  વધતા બસ સુવિધા પણ ઓછી પડી રહી છે.

કેવડિયામાં આવેલી ટેન્ટ સિટીમાં પ્રવાસીઓએ 70 ટકા ટેન્ટ બુક કરાવી દીધાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 250 ટેન્ટની ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જિલ્લામાં આવેલી મોટાભાગની હોટલો અને અતિથિગૃહોની બહાર હાઉસફુલના પાટિયા લાગ્યાં છે. નર્મદા જિલ્લામાં વેકેશનમાં હજી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા બંધ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ સહિત સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે.