નારાજ પૂર્વ ત્રણ ધારાસભ્યો સાથે જિલ્લા કાર્યકારી પ્રમખે બેઠક કરીને મનાવ્યા નો દાવો : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે જિલ્લામાં કાર્યકર્તા ને મળશે

www.mrreporter.in

રાજનીતિ- વડોદરા, ધીરજ ઠાકોર, 11મી નવેમ્બર. (EXCLUSIVE)

વડોદરા જિલ્લા ની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક માટે ટિકિટ નહિ મળતાં  નારાજ પૂર્વ ત્રણ ધારાસભ્યોએ પોતાના સમર્થકોને આગળ રાખીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપ નું મોવડી મંડળ પણ ભારે ખફા થયું છે. આ ઘટના બાદ વડોદરા જિલ્લા ના કાર્યકારી પ્રમુખને નારાજ ત્રણેય ધારાસભ્યો ને મનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં આજે જિલ્લાના કાર્યકરી પ્રમુખ ડો. બી.જે.બ્રહ્મભટ્ટે મધુ શ્રીવાસ્તવ, સતીશ પટેલ અને દિનુ મામા ને મળી ને પાર્ટી નો પક્ષ મૂકી ને મોવડી મંડળ નો મેસેજ આપ્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, 12મી ને શનિવારે વડોદરા જિલ્લામાં કાર્યકર્તાઓ ને મળવા અને અગ્રણીઓ સાથે બેઠક કરવા માટે ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવી રહ્યા છે. પ્રદેશ અધ્ય્ક્ષ પાટીલ પણ આ વાઘોડિયા, કરજણ અને પાદરા ના અન્ય નેતા અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરી ને હાઈ કમાન્ડ નો મેસેજ આપી ને પાર્ટીના હિતમાં કામે લાગી જવાનો આદેશ કરશે તેવું મનાઈ રહ્યું છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

આ અંગે વડોદરા જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ ડો. બી.જે.બ્રહ્મભટ્ટે મિ. રિપોર્ટર ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના ત્રણેય નારાજ પૂર્વ ધારાસભ્યો ને હું અને જિલ્લાના મહામંત્રી આજે મળ્યા હતા.  ત્રણેય ની સાથે બેઠક કરી હતી, તેમને પાર્ટી નો મેસેજ આપ્યો હતો. ત્રણેય નેતાઓ નો પ્રતિભાવ સારો રહ્યો છે, અમે આશા કરીયે છે કે તેમની નારાજગી વહેલી દૂર થઇ જશે ને પાર્ટી ને જીતાડવા માટે તેઓ તેમની ટિમ સાથે જોડાઈ જશે. 12મી જિલ્લામાં  પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવી રહ્યા છે. તેઓ જિલ્લાની વિવિધ બેઠકો પર  જઈ  ને કાર્યકર્તા સાથે સંવાદ કરશે.  

ત્રણેય નારાજ પૂર્વ ધારાસભ્યો ને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મળવા માટે બોલાવ્યા છે કે કેમ ? કે ત્રણેય સામે ચાલી ને ચર્ચા કરવા માટે આવવાના છે કે કેમ ? તેવો સીધો પ્રશ્ન કરતા જ વડોદરા જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ ડો. બી.જે.બ્રહ્મભટ્ટે મિ. રિપોર્ટર ન્યુઝ ને જણાવ્યું હતું કે, હાલમાં એવું કાંઈ  નક્કી નથી. જો એવી કોઈ વ્યવસ્થા ઉભી થશે તો મેસેજ મોકલાશે. ત્રણેય અમારા પાર્ટીના સિનિયર મેમ્બર છે. ચૂંટણી વખતે આવી બાબતો તો ચાલ્યા કરે. આખરી નિર્ણય  પાર્ટી ના પ્રમુખ અને મોવડી મંડળ લેશે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply