કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ તૂટતા 3નાં મોત, 26 લોકો ઇજાગ્રસ્ત…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

અમદાવાદ- મી.રિપોર્ટર, 14મી જુલાઈ.

શહેરના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળે 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ  પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-યુવકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાઇડ સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 4 લોકોની મણિનગર પોલીસે અટકાયત કરી છે. તો બીજીબાજુ ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એલજી હોસ્પિટલમાં પહોંચ્યા છે.

મૃતકોની યાદી

મનાલી વી. રજવાડી (ઉં.વ. 24), રહે. સીટીએમ હીરાબાગ
મહમદ જાહીદ આર મોમીન (ઉં.વ. 22) રહે. ક્લીફટન ટાવર, દાણીલીમડા

ઇજાગ્રસ્તાની યાદી

-કંજીલા બાનુ (ઉં.વ. 16)
-રાકેશભાઇ (ઉં.વ. 26)
-વિશાલભાઇ કદમ ((ઉં.વ. 27)
-ટ્વિકલ બેન (ઉં.વ. 26)
-સંદિપભાઇ (ઉં.વ. 25)
-લક્ષ્મી દેવી (ઉં.વ. 22)
-નીશાબેન (ઉં.વ. 24)
-રાકેશ પાટીલ (ઉં.વ. 25)
-બુસુરા બાનુ (ઉં.વ. 16)
-તૈયબા સૈયદ (ઉં.વ. 18)
-શીફા સંઘવી (ઉં.વ. 17)
-જાગ્રૃતિ (ઉં.વ. 20)
-આશીષભાઇ (ઉં.વ. 22)
-બીજલબેન (ઉં.વ. 23)
-સોમીનભાઇ (ઉં.વ. 27)
-યુસુફભાઇ (ઉં.વ. 24)
-હરીશભાઇ (ઉં.વ. 29)
-હીનાબેન (ઉં.વ. 21)
-સાગરભાઇ (ઉં.વ. 27)
-અંકિતભાઇ (ઉં.વ. 26)
-મોહસીન ખાન (ઉં.વ. 19)

જુઓ….વિડિયો….

 

 

 

 

Leave a Reply