શું તમે જાણો છો કે, વિશ્વમાં અરીસા માટે વિચિત્ર અનેક માન્યતા છે, કઈ છે વાંચો !

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રોગુરુ – મી.રીપોર્ટર, 13મી ફેબ્રુઆરી.

દુનિયામાં દરેક લોકો પોતાનો ચહેરો અરીસામાં જોવાનું પસંદ કરે છે.  ઘણા લોકો તો અરીસામાં જોઈને પોતાની સાથે કે અરીસા સાથે વાત કરવાની ગજબની ટેવ પણ ધરાવતા હોય છે. દુનિયામાં અનેક પ્રકારના અરીસાઓ જોવા મળે છે. વિશ્વમાં અરીસા માટે અનેક  માન્યતા છે.  કહેવાય છે કે,  અરીસામાં કોઈ આત્માના એક ભાગને કેદ કરવાની શક્તિ હોય છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અંધવિશ્વાસ છે કે પછી તેની પાછળની સચ્ચાઈમાં કોઈ તર્ક છે ?  તો રોમ માં માન્યતા છે કે અરીસામાં જોવામાં આવતી છબી સાચી રીતે તેની આત્મા હોય છે. એટલા માટે કાચનું તૂટવું   ૭ વર્ષ માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે કેમકે કાચ તોડનાર વ્યક્તિની આત્મા તેની અંદર ફસાઈ જાય છે.

અંધવિશ્વાસ છે કે પછી તેની પાછળની સચ્ચાઈમાં કોઈ તર્ક છે ? કહેવાય છે કે, સદીઓ પહેલા ખૂબ મહેનત, પ્રયાસ અને વિશેષજ્ઞતાથી અરીસો બનાવવામાં આવતો હતો. એટલા માટે તે સમયમાં ઘણો કીંમતી હતો અને દરેકને તેને ખૂબ સાવધાનીપૂર્વક રાખવામાં આવવાનું કહેવામાં આવતું હતું. વળી તૂટેલા કાચના ટુકડાં શરીર પર વાગવાના કારણે વ્યક્તિ ને ગંભીર ઈજા પણ થઇ શકે તેમ હતી.  

આ બધી બાબતો ને લીધે જ લોકોના મનમાં  અંધવિશ્વાસને ભરી દેવામાં આવ્યો કે તૂટેલા કાચથી સાત વર્ષ માટે દુર્ભાગ્ય આવી શકે છે એટલે તેની સંભાળ રાખવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રોમ દેશમાં સૌથી પહેલા કાચના અરીસા બનાવ્યા હતા. રોમ ની અરીસા અંગેની માન્ય અને અંધ વિશ્વાસ  ફેલાયા બાદ યુરોપના દેશોમાં આ અંધ વિશ્વાસને ફેલાવવામાં આવ્યો હતો. તે પછી અંધ વિશ્વાસ વિશ્વના અન્ય દેશો  ચીન, આફ્રિકા અને ભારતીય સંસ્કૃતિ સુધી પહોંચ્યો હતો અને પછી લોકોની માન્યતા કાચ તૂટવાના અંધ વિશ્વાસમાં વધુ દ્રઢ માની હતી. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Mrreporter.in ની મોબાઇલ એપ્લિકેશન.