મિ.રિપોર્ટર, ૨૪મી જુલાઈ

વર્તમાન સમયમાં દરેક લોકો વધુ પડતા એર ફ્રેશનરનો ઉપયોગ કરી રહ્યા છે. વાતાવરણ સુગંધિત રહે તે માટે ઘર, ઓફિસ, વોશરૂમ તેમજ કારમાં પણ એર ફ્રેશનરનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ ફ્લેવરમાં બજારમાં એર ફ્રેશનર મળી રહ્યા છે અને લોકો પોતાની પસંદગીની સુગંધના એર ફ્રેશનર ખરીદે છે. પરંતુ શું તમે ક્યારેય પણ એ વિચાર્યું છે કે આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ઘર અને ઓફિસમાં સતત સુગંધ આવતી રહે તે માટે હંમેશા લોકો એર ફ્રેશનર, રૂમ ફ્રેશનર કે પછી સુગંધિત મીણબતીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ રૂમ ફ્રેશનર અને સુગંધિત મીણબતીઓ તમને બીમાર પાડી શકે છે. તેમજ તેના કારણે તમે ગંભીર બીમારીનો ભોગ પણ બની શકો છો.

તજજ્ઞોનું કહેવું છે કે એર ફ્રેશનર અને રૂમ ફ્રેશનર બનાવવામાં વપરાતા કેમિકલ સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનીકારક સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરવાથી શ્વાસની અને ફેફસાની ગંભીર બિમારી થઈ શકે છે. કેન્સર પણ થઈ શકે છે તેમજ આપણા શરીરના ડીએનએની સંરચના પણ બદલાય શકે છે. જો સ્વાસ્થ્ય શારૂ રાખવું હોય તો એર ફ્રેશનર અને રૂમ ફ્રેશનરના વધુ પડતા ઉપયોગથી બચવું જોઈએ.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: