સ્થાનિક લોકોએ ટુરિસ્ટના તસવીર ખેંચીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર બાદ પોલીસે 26 વર્ષની લિન જૂ તિંગની ઉપર કાર્યવાહી કરી હતી. લિન તાઈવાનની રહેવાસી છે. પોલીસે લિનની ધરપકડ કર્યાં બાદ કહ્યું હતું કે, તેઓ જ્યાં સુધી 3400 રૂપિયા દંડ નહીં ભરે ત્યાં સુધી તેને છોડવામાં આવશે નહીં. લિન પોતાના બોયફ્રેન્ડની સાથે ફિલિપાઈન્સ ફરવા આવી હતી.
એક રિપોર્ટ પ્રમાણે, લિન બિકિની પહેરીને બે વખત પુકા બીચ પર ગઈ હતી. જોકે એ સામે આવ્યું નથી કે મહિલા પર કયા કાયદાની અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસ પ્રમુખ જેસ બેલોને કહ્યું હતું કે, મહિલાના કપડાંના લીધે બુધવાર અને ગુરૂવારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ટુરિસ્ટ્સે તસવીરો ખેંચી હતી. તે લગભગ દોરાની બરાબર હતી. અમારા કંઝરવેટિવ કલ્ચરમાં આ અસ્વીકાર્ય છે.
(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)