એપિસોડ -31

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -30: તમે પાછલાં અંકમાં વાચ્યું.. રૂમ નો દરવાજો ખુલ્યા પછી આકાંક્ષા જોવે છે કે વિશ્વાસ ને ટોવેલ માં ઉભેલો જોયો. અને એ સમજી ગઈ કે રૂમ માં કયા પ્રકાર ની મિટિંગ ચાલી રાહી હતી. વિશ્વાસ ને આ રીતે ટોવેલ માં ઉભેલો જોઈ ને આકાંક્ષા એના તરફ આકર્ષાય છે. આકાંક્ષા વિશ્વાસ ને ઘણી ખરી ખોટી સંભળાવે છે અને એને અચાનક એક છોકરી નો અવાજ સંભળાય છે અને અવાજ સંભળાતા તે રૂમ ની અંદર જોવે છે તો એને બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત જોવા મળે છે અને એ આ બધું જ જોઈ ને ત્યાંથી નીકળી જાય છે.)

આકાંક્ષા ને આ રીતે રડતી નીકળતા જોઈ ને વિશ્વાસ આકાંક્ષા ને બુમો પાડે છે.

“ આકાંક્ષા….. આકાંક્ષા…..તું જેવું સમજે છે એવું કઈ નથી……”

પરંતુ આકાંક્ષા ઉભી ના રહી એ તો રડતા રડતા હોટેલ ની સીડી ઉતરી ગઈ……. એ એટલી અટવાયેલી હતી કે રસ્તા માં એક વેઈટર જોડે પણ અથડાઈ ગઈ …..અને એની જોડે માફી માગી ને આકાંક્ષા આગળ નીકળી ગઈ…..સીધી પાર્કિંગ માં આવી ને પોતાની એકટીવા આગળ ઉભી રહી……અને તૂટી પડી એના મોઢામાંથી મોટી ચીસ નીકળી ગઈ………..

“ કેમ ??????? કેમ મારી સાથે આવું ? જીવન માં પહેલી વાર પ્રેમ કરવાની હિમત કરી હતી ને ??? વિશ્વાસ ના પ્રેમ સિવાય શું માગ્યું હતું ? …..કઈ જ નહિ …… તો આ રીતે દિલ તોડવાનું કારણ શું? આટલો મોટો દગો? આટલા આકરા ઘા????? કેમ…..કેમ….કેમ????

આટલું કહી ને આકાંક્ષા પોતાની એકટીવા ની સીટ પર એના હાથ જોર જોર થી પછાડવા લાગી …..આકાંક્ષા ની હાલત જોઈ ને કોઈ ને પણ દયા આવી જાય…….એનું કલ્પાંત જાયઝ હતું …..પ્રેમ માં હાર થવાનું દુખ તો પ્રેમ માં હારનારા અને દગો ખાનારા લોકો ને જ ખબર પડી શકે છે …….આકાંક્ષા રડતી હતી ત્યાં જ એના ખભા પર કોઈ એ હાથ મુક્યો…..

“ અક્કુ …… તું અહી ?????? “ આકાંક્ષા એ પાછળ જોયું તો હર્ષ ઉભો હતો.

આકાંક્ષા કઈ પણ બોલ્યા વગર એનો હાથ પકડી ને રડવા લાગી.

“ અરે પણ બોલ તો ખરી કે થયું છે શું? આમ રડ્યા જ કરીશ તો મને કેવી રીતે ખબર પડશે કે થયું છે શું?” હર્ષ ઘભરાયેલા અવાજ માં બોલ્યો. આકાંક્ષા એ રડતા રડતા બધી જ વાત હર્ષ ને કરી.

“ શું ??? વિશ્વાસ આટલો હલકટ નીકળ્યો? આટલા દિવસ થી તે અમારામાંથી કોઈ ને કઈ જ ના કહ્યું? આવા માણસ માટે આટલું રડે છે કેમ? છોડ એને અને ચલ હવે ઘરે …..” હર્ષે આકાંક્ષા ને ઘરે જવા માટે મનાવી લીધી.

ઘરે પહોચી ને આકાંક્ષા કોઈ પણ જોડે વાત કર્યા સિવાય પોતાના રૂમ માં જઈ ને પોતાનો રૂમ અંદર થી બંધ કરી દીધો.

“ અરે ….હર્ષ આને શું થયું ?” આકાંક્ષા ના પાપા એ ઘરે આવેલા હર્ષ ને પૂછ્યું.

“ અરે કાકા કઈ ની તમે અને ઓળખો જ છો ને ….. નાની નાની વાત માં બધા પર ગુસ્સો કરે છે …. રસ્તા માં આવતા આવતા એક રીક્ષા વાળા જોડે મગજમારી થઇ ગઈ એટલે થોડી ગુસ્સા માં છે બીજું કઈ નહિ….તમે ચિંતા ના કરો ….” હર્ષે આકાંક્ષા ના પાપા ને સમજાવતા કહ્યું.

“ હા વાંધો નહિ …….તું બેસ આપડે ઘણા દિવસે મળ્યા ચા પીએ …….”આકાંક્ષા ના પાપા એ હર્ષ ને આવકારતા કહ્યું.

“ અરે…… અક્કુ ના મમ્મી જરા ચા બનાવજો તો ….” આકાંક્ષા ના પાપા એ આકાંક્ષા ની મમ્મી ને બુમ પાડી ને કહ્યું.

ચા આવ્યા બાદ બધા સાથે બેસી ને ચા નાસ્તા ની મઝા માણી રહ્યા હતા ત્યાં જ આકાંક્ષા ના રૂમ માંથી અચાનક કઈક પડવાનો અવાજ આવ્યો……..બધા અચાનક ઉઠી ને આકાંક્ષા ના રૂમ તરફ ગયા……

“ આકાંક્ષા ……શું થયું ?” બધા એ બહાર થી બુમો પડવાની શરુ કરી.

અંદર થી કોઈ જ અવાજ ના આવ્યો….. એટલે હર્ષ અને આકાંક્ષા ના પાપા એ દરવાજો તોડવાની શરૂઆત કરી…..થોડી મહેનત પછી દરવાજો ખુલ્યો ……અને …….

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: