શું MSUમાં ગુંડાગીરીનો કોર્ષ શરુ થયો ? એક વિદ્યાર્થી પર ઘાતક હુમલો, જુઓ વિડીયો..

Spread the love

યુનિટ બિલ્ડીંગ ખાતે વિદ્યાર્થીઓના ટોળાએ ભેગા મળી એફ.વાય.બીએસસીના વિદ્યાર્થીને માર માર્યો

એજ્યુકેશન- મી.રિપોર્ટર, ૩જી એપ્રિલ

વડોદરાની નહિ પણ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.અસામાજીક તત્વોનો અખાડો બની ગઇ હોય તેવા દ્રશ્યો આજે કોર્મસની યુનિટ બિલ્ડીંગ ખાતે જોવા મળ્યા હતા. જ્યાં સાયન્સ ફેકલ્ટીમાં બી.એસ.સીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વૈભવ નામના વિદ્યાર્થીને 5 થી 6 વિદ્યાર્થીઓએ ભેગા મળી પટ્ટા, ફેંટો મારી માર માર્યો હતો. જોકે આ સમયે યુનિ.ની કહેવાતી ચુસ્ત સિક્યુરીટી અને વિજીલન્સનો સ્ટાફ સ્થળ પર જોવા મળ્યો ન હતો. તે ઘટના પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

એમ.એસ.યુનિ.ના ડી.એન હોલ ગ્રાઉન્ડ પાસેની યુનિટ બિલ્ડીંગ ખાતે આજે ઢળતી સાંજે 6 જેટલા વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક વિદ્યાર્થીને બેરહેમી પૂર્વક માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના ટોળાએ પટ્ટા અને ફેંટો મારી વિદ્યાર્થીના કપડા ફાડી નાખ્યાં હતા. જોકે અગાઉના ઝઘડા અને બોલાચાલીને પગલે વિદ્યાર્થીઓના ટોળાએ ભેગા મળીને એકલા વિદ્યાર્થીને માર માર્યો હોવાનુ જાણવા મળ્યું છે.  આ કારણ ઉપરાંત પ્રેમ પ્રકરણ પણ બંને જૂથ વચ્ચે મારામારી નું એક કારણ હોવાનુ જાણવા મળ્યું છે.