સેવક પ્રોજેકટ દ્વારા ૩૩ ગામ ના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બ્લડપ્રેશરની ચકાસણી : સેવકનું બહુમાન કરાયું

Spread the love

મિ. રિપોર્ટર, ૨૧મી ડીસેમ્બર. 

સેવક પ્રોજેકટ દ્વારા વર્ષ ૨૦૧૦થી જ ગુજરાતના ૨૬ ગામ નો પસંદ કરવામાં આવ્યા છે. આ ગામોમાં ધો.૧૦ અને ધો. ૧૨ પાસ વિદ્યાર્થીઓને તે ગામમાંથી જ પસંદ કરીને સેવક પ્રોજેક્ટ હેઠળ તાલીમ આપીને તૈયાર કરાય છે. જે તાલીમ બાદ ૩૩ ગામોમાં સેેવક પ્રોજેકટ હેઠળ સેવક દ્વારા ગામના લોકોમાં ડાયાબિટીસ,હાઇપરટેન્શન, બ્લડપ્રેશર ની ચકાસણી હાથ ધરાય છે. જેમાં માત્ર  ગ્રામીણ વિસ્તાર જ નહિ પણ  શહેરી વિસ્તારમાં રહેતા લોકોમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ તેમના બાળકોમાં પણ  બાળરોગ  છે કે કેમ ? તેણી ચકાસણી કરાય છે. 

સેવક પ્રોજકટ ને કારણે ગામના લોકોમાં ફકત ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચકાસણી સિવાય ગામના લોકોને પાણી,સેનિટેશન,રહેણીકરણી માં પણ ફાયદો થયો છે. તેમજ ૨૦૧૮ થી હિમોગ્લોન અને ટી.બી ના દર્દીંઓનું પણ સર્વે શરૂ કરવામાં આવ્યો. સેવક પ્રોજેકટના કારણે આજદિન સુધી ગુજરાતના ૩૩ જિલ્લોઓના કુલ ૯૦ ગામડાઓમાં ૧૦૦૦૦૦ થી વધુ લોકોને ફાયદો થયો છે.

This slideshow requires JavaScript.

સેવક ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. ટી.જી. પટેલે જણાવ્યું હતું કે, સેવક પ્રોજેકટ એક એવો અનોખો પ્રોજેકટ છે. જયાં સેવક દ્રારા ઘરે ઘરે જઇ ગામના લોકો ની તપાસ કરવામાં આવે છે. આવા જ પ્રોજેકટ જો ભારતભર માં ચાલે તો દેશમાં ઓછા ખર્ચે સ્વાસ્થય સુધરી જાય અને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના કારણે થવાથી બિમારીઓ ન થાય.  ગામ તેમજ શહેરીજનો નું સ્વાસ્થ્ય સુખાકારી બને.

આજે સેવક ફાઉન્ડેશન દ્વારા સેવક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.  ૨૩મી સુધી ચાલનારી સેવક કોન્ફરન્સમાં બરોડા મેડીકલ કોલેજના ડીન ડો. એ.ટી.લેઉવા તેમજ રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શું બોલ્યા તેઓ તે સાંભળવા માટે જુઓ વિડીયો…..