વડોદરામાં covid-19 ના ટેસ્ટ માટે ધીરજ હોસ્પિટલ અને ટોપરાની લેબોરેટરીએ પરવાનગી માંગી

વડોદરા- મિ.રિપોર્ટર, ૨૦મી એપ્રિલ.

વડોદરામાં કોરોના વાઈરસનો કહેર જારી છે.  કોરોના વાઈરસના આતંક ને રોકવા માટે VMC અને આરોગ્ય વિભાગ દ્વારા એસ.એસ.જી તથા ગોત્રી ની હોસ્પીટલ  સહીત આરોગ્ય સેન્ટરમાં covid-19 ના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. જોકે રોજના જેટલા ટેસ્ટ થવા જોઈએ તેટલા થતા નથી, આ બાબત ને લઇ ને VMC અને આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટની સંખ્યા વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તંત્ર અને સરકારના પ્રયત્નો વચ્ચે વડોદરાની ધીરજ હોસ્પિટલ અને ટોપરાની લેબોરેટરી જેવી ખાનગી લેબોરેટરીઓ પણ covid-19 ના ટેસ્ટ કરવાની પરવાનગી માંગી છે. આ ટેસ્ટ માટે કેન્દ્ર આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં મંજુરી મળી નથી. આ બંને લેબ ને આગામી દિવસોમાં મંજુરી મળે તેવી શક્યતા છે.  

mr.reporter, mrreporter

વડોદરામાં covid-19 ના ટેસ્ટ માટે ધીરજ હોસ્પિટલ અને ટોપરાની લેબોરેટરીએ માંગેલી પરવાનગી અંગે  વડોદરાના  Advisor for Task Force on Proactive Testing and Early Detection ના Dr VS Majmudar એ મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ને જણાવ્યું હતું કે,  covid-19 ના ટેસ્ટ માટે ધીરજ હોસ્પિટલ અને ટોપરાની લેબોરેટરીએ પરવાનગી માંગી છે. રાજ્ય અને કેન્દ્ર  દ્વારા પરવાનગી આપવામાં આવશે. તેઓ રાજ્ય સરકારના ખાનગી લેબ માટેના નિયમોનું પાલન કરશે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply