ઉત્તરપ્રદેશ- મિ.રિપોર્ટર, ૧૬મી એપ્રિલ

 ઉત્તરપ્રદેશના ઈટાવા પાસે એકસપ્રેસ હાઈવે પર એક યુવાન દંપતી પોતાના પુત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. ત્રણેય જણા બાઈક પર જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમના બાઈકના પાછળના ભાગમાં ટાયર પાસે આગ લાગી છે. આ બાબત થી દંપતી અજાણ હતા. તેવા એકસપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલી ઉત્તરપ્રદેશ પોલીસની ટીમ ની નજર પડી હતી. બાઈકમાં આગ લાગી છતાં દંપતી ફૂલસ્પીડમાં બાઈક લઈને જઈ રહ્યા છે, આ દ્રશ્ય જોઇને ઉત્તરપ્રદેશ પોલીસ પણ ચોકી ઉઠી હતી ને બાઈક સવાર દંપતીને રોકવા માટે તેમની પાછળ પોતાની પેટ્રોલિંગ કાર પણ દોડાવી મૂકી હતી. જોકે પોલીસની ટીમને સતત ૪ કિલોમીટર કાર દોડાવ્યા બાદ દંપતીને બુમો પાડીને બાઈક ઉભી રખાવામાં સફળતા મળી હતી. દંપતીને બાઈક પરથી નીચે ઉતારી દેવડાવીને પોલીસે બાઈક સવારને આગ ઓલવવામાં મદદ કરી હતી….જુઓ…..વિડીયો……

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: