નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૧મી જાન્યુઆરી.
કેન્દ્ર સરકારે દેશમાં પોર્ન કન્ટેન્ટ એટલે કે સેક્સ વિડીયો અને પોર્નોગ્રાફી ચિત્રોને દર્શાવતી કુલ ૮૨૭ વેબસાઈટને બ્લોક કરી દીધી છે. જેને દેશના ઘણા લોકોએ આવકારી છે. જોકે બીજીબાજુ પોર્નોગ્રાફી વેબસાઈટ જોનારા યુવાનો અને આધેડ લોકોમાં પ્રતિબંધને લઈને ભારે નારાજગી છવાઈ ગઈ છે. તેઓ આ બાબતે કેન્દ્ર સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. તેમનો આ આક્રોશ સાચો હોય તેવા આંકડા આવી રહ્યા છે.
સંસ્કારીતા દંભ ની આડ હેઠળ ભારત દુનિયાભરમાં ત્રીજો સૌથી વધુ પોર્ન જોતો અને પોર્ન ડાઉનલોડ કરતો દેશ હોવાનું બહાર આવ્યું છે. એક અભ્યાસ મુજબ દેશમાં દરરોજ ડાઉનલોડ થતા કન્ટેન્ટમાંથી 35-40 ટકા કન્ટેન્ટ તો પોર્નોગ્રાફી રીલેટેડ હોય છે. એમાય છેલ્લા એક વર્ષમાં તો એટલેકે માર્ચ 2016-માર્ચ 2017 દરમિયાન એડલ્ટ અને પોર્ન સર્ચ તેમજ તેના ઉપયોગ કરવાવાળાઓની સંખ્યા 75 ટકા જેટલી વધી ગઈ છે. આ ટકાવારી વધવા પાછળ દેશમાં ઇન્ટરનેટ ડેટા પેકની કિંમતમાં આવેલ જબરજસ્ત ઘટાડાની સીધી અસર જવાબદાર છે.
તાજેતરમાં થયેલા સર્વેના આંકડા જોઈએ તો 18-34 વર્ષની ઉંમરના ગ્રાહકો એડલ્ટ અથવા પોર્ન કન્ટેન્ટ વધુ જુએ છે. એમાય ગૂગલ ટ્રેન્ડ્સના ડેટા મુજબ દુનિયાભરમાં ટોપ 10 શહેરો કે જેમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે આ પૈકી 6 શહેર તો ભારતના જ છે. જેમાં નવી દિલ્હી, પૂના, મુંબઈ, હાવડા, ઉન્નાવ અને બેગલુરુનું નામ સામેલ છે. આશ્ચર્યની વાત તો એ છે કે, સર્ચ એન્જિન પર શોધવામાં આવતા પ્રશ્નો પૈકી 25 ટકા ભાગ પોર્ન સાથે જોડાયેલ હોય છે. એટલે કે એક દિવસમાં સર્ચ એન્જિન્સ પર પોર્ન અંગે કુલ 6,80,00,000 પ્રશ્નો પૂછવામાં આવે છે.