નિષ્ફળતા વચ્ચે પણ ભણવાનું ચાલુ રાખી ને કપરાડાનો આદિવાસી યુવક ડેપ્યુટી કલેકટર બન્યો..વાંચો કેવી રીતે ?

Spread the love

વલસાડ – મી.રિપોર્ટર, 7મી  સપ્ટેમ્બર. 

નિષ્ફળતા મળે તો ડરવું નહિ. આજકાલ ના યુવાનો ઘણીવાર નિષ્ફળતા મળે તો ડરી જાય છે અને નાસીપાસ થઇ જાય છે. છેવટે અભ્યાસ કે જીવન તરફ આગળ લઇ જતો રસ્તો અધવચ્ચે જ છોડી ને હાર માની  લે છે. પરંતુ  ગુજરાતમાં એવા અનેક યુવાનો છે કે સતત નિષ્ફળતા વચ્ચે પણ સફળ થવાનો માર્ગ છોડતા નથી. આવી જ એક વાત છે, વલસાડ જિલ્લાના કપરાડાના અંભેટી ગામના યુવાન. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

 માત્ર 4 માકર્સને કારણે જીપીએસસીની પરીક્ષામાં સફળતા ન મળવા છતાં પણ હિંમત હાર્યા વગર સતત મહેનત ચાલુ રાખી ને આજે તે યુવાન ડેપ્યુટી કલેકટર સુધીના પદ પર પહોંચી ગયો છે. અંભેટીના ગજેન્દ્ર પટેલે શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ 1 થી 6 ધોરણ અંભેટી બાંગિયા પ્રાથમિક શાળામાં તથા 8 થી 12 ગોંડલ ખાતે અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ ગજેન્દ્ર પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ SVNIT સૂરત ખાતે ડિસ્ટ્રીકશન સાથે ઉર્તિણી થયો હતો. કોલેજકાળમાં શૈક્ષણિક લોન લઇને અભ્યાસ કરવાની ફરજ પડી હતી. તેમણે ક્લાસ વન અધિકારી તરીકે જીપીએસસીની પરીક્ષા પૂર્ણ કરવાની દૃઢ ઇચ્છા સાથે પરીક્ષાની તૈયારી કરી હતી, જોકે  જીપીએસસી વર્ગ 1,2ની પરીક્ષામાં 4 માર્કસના કારણે નિષ્ફળતા મળી હતી.

નિષ્ફ્ળતા ને બાજી પર  મૂકી ને સતત અભ્યાસ ની તૈયારી ચાલુ રાખી હતી. જેમાં  તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 1 સપ્ટેમ્બરે જાહેર થયેલા પરિણામાં અંભેટીના યુવાન ગજેન્દ્ર પટેલ નો કુલ 120 માંથી 107 મો રેન્ક આવ્યો હતો. જયારે એસટી કેગેટરીમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

%d bloggers like this: