આર્થિક પેકેજ જાહેર કરવા માંગ : ટેક્સ અને પાસિંગમાં રાહત આપવા સ્કૂલ વર્ધી એસોસિયશનની વડાપ્રધાન સમક્ષ માંગ

Spread the love

અમદાવાદ-મી.રિપોર્ટર, ૨૬મી ઓગસ્ટ.

કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે, ત્યાં સરકારે ધોરણ ૬ થી ૮ માં ઓફ લાઈન શિક્ષણ શરુ કરવાની જાહેરાત કરી છે. તો બીજીબાજુ કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો બંધ  રહેવાને કારણે સ્કૂલ વર્ધી કરતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે.  સ્કુલ વર્ધી ના વાહન ચાલકો અને તેની સાથે સંકળાયેલા માણસો ગત માર્ચ 2020થી જ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યાં છે. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિયશનન દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને વાહન પાસિંગ અને ટેક્સમાં રાહત આપવા માંગણી કરવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આ અંગે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કોરોના શરૂ થયો ત્યારથી અમારી હાલત કફોડી બની છે. આવક બંધ થઈ જતાં ગુજરાન ચલાવવા કેટલાક લોકોએ વાહન વેચ્યા,કેટલાકે મકાન વેચ્યા પરંતુ હવે સ્થિતિ વધુ કપરી બની છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધી એસોસિએશન વિશેષ બજેટ ફાળવવાની માંગ કરે છે. ખાસ કરીને ડ્રાઇવર માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ છે. સ્કૂલ વર્ધીના વાહનોને ટેક્સ તેમજ પાસિંગ વિના મૂલ્યે કરી આપવા  અમે વિશેષ કરીને વડાપ્રધાન તથા ગૃહમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

 

%d bloggers like this: