વડોદરાના અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ નર્સ ને ઉચ્ચ ગુણવત્તા વાળી સુરક્ષા કીટ આપવા ને મેડિકલ સ્ક્રીનિંગની માંગ…વાંચો કેમ ?

www.mrreporter.in
Spread the love

 

 આજે કલેકટર ને મ્યુનિસિપલ કમિશ્નર ને રજૂઆત કરશે

હેલ્થ- મિ.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ. 

વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો આતંક હજુ ચાલુ છે. રોજ નવા કેસ નોધાઇ રહ્યા છે. નવા નોધાતા કેસોમાં પોલીસ કર્મચારી અને નર્સ, ડોકટરો પણ બાકાત નથી. આવામાં પોતાના પરિવારજનોને જીવના જોખમે મુકીને વડોદરા શહેરમાં આવેલા વડોદરા મહાનગરપાલિકા સંચાલીત અર્બન  હેલ્થ સેન્ટર ખાતે  આરોગ્ય વિભાગમા કામ હજારો સ્ટાફ નર્સ અને કર્મચારીઓ કામ કર છે. 

અર્બન હેલ્થ સેન્ટર ખાતે  ફીક્સ પગાર કે  અગિયાર મહીના કરાર આધારીત તથા કોન્ટ્રાક્ટ મા કામ કરતા  દરેક કર્મચારીઓએ પણ આરોગ્યલક્ષી ચિંતા વ્યક્ત કરીને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને આરોગ્ય વિભાગ પાસે કોરોના કામગીરી કરવા માટે ઉચ્ચ  ગુણવત્તા  વાળી સુરક્ષા  કીટ /ડ્યૂટિ કર્યા પછી ડ્યૂટિ કરેલ દરેક સ્ટાફ નું મેડિકલ સ્ક્રીનિંગ કરવા ઉપરાંત  ગુજરાત  સરકાર દ્વારા  25 લાખ અંકે રૂપિયા પચીસ લાખ વિમા કવચ આપવાની માંગ કરી છે. આ માંગ ના સંદર્ભમાં ધી અર્બન હેલ્થ સોસાયટીના જી. એન. એમ. (સ્ટાફ નર્સ)  ૨૧મી એપ્રિલના રોજ વડોદરા જીલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીને પોતાનું આવેદનપત્ર સોપશે. 

ધી અર્બન હેલ્થ સોસાયટીના જી. એન. એમ. (સ્ટાફ નર્સ) એ પોતાના માટે કઈ માંગ કરી છે ? તેમણે પોતાને કઈ સમસ્યા સતાવી રહી છે ? તે દર્શાવતો તેમણે પત્ર તૈયાર કર્યો છે.  જે નીચે મુજબ છે. જુઓ…વાંચો…

 

પ્રતિ શ્રી,

કલેકટરશ્રી સાહેબ/

મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સાહેબ/

આરોગ્ય અમલદારશ્રી,

વડોદરા

વિષય: કોરોના કામગીરી કરવા માટે ઉચ્ચ  ગુણવત્તા  વાળી સુરક્ષા  કીટ /ડ્યૂટિ કર્યા પછી ડ્યૂટિ કરેલ દરેક સ્ટાફ નું મેડિકલ સ્ક્રીનિંગ કરવા બાબત, તથા લક્ષણ જાણતા કોરોના ટેસ્ટિંગ અને મેડિકલ ટ્રીટમેન્ટ આપવા બાબત, ગુજરાત  સરકાર દ્વારા  25 લાખ અંકે રૂપિયા પચીસ લાખ વિમા કવચ આપવા તથા  કાયમી  કરવા  બાબત

                ઉપરોકત વિષય અનુસંધાનમા જણાવવાનુ કે વડોદરા મહાનગરપાલિકા સંચાલીત અર્બન  હેલ્થ સેન્ટર ખાતે  આરોગ્ય વિભાગમા કામ કરતા તમામ  ફીક્સ પગાર/ અગિયાર મહીના કરાર આધારીત તથા કોન્ટ્રાક્ટ મા કામ કરતા  દરેક કર્મચારીઓ હાલમા ચાલી રહેલી કોરોના કામગીરી દરમ્યાન  પોતાના પરીવાર, બાળકો તથા માતા-પિતાની અને પોતાની જાનની પરવા કર્યા વગર સખત સતત કામગીરી કરે છે. જયારથી લોકડાઉનની જાહેરાત થઇ છે ત્યારથી અન્ય  આવશ્યક સેવા કરતા કર્મચારી અઘિકારીશ્રીઓની સાથે ખભાથી ખભો  મિલાવી સમાન કામગીરી બજાવી રહ્યા છે.

લોકોના સ્વસ્થ્ય  માટે  જીવના જોખમે  કામ કરતા આવા કર્મશીલ  કર્મચારીઓને, સુરક્ષાના  ઉચ્ચ ગુણવત્તા વાળા  સાઘનો/  કીટ આપવામાં આવે કારણ કે આ કામગીરી  દરમ્યાન  કોરોના  સંક્રમણ લાગવાની  100% ટકા શકયતાઓ છે  આવા  વૈશ્વીક  મહામારીના સમયે  જો અમે લોકો  આવી  કામગીરી  કરી  સરકારને મદદરુપ થતા હોય તો માનવતાના ઘોરણે સરકાર  અમારા કર્મચારીઓની માંગણીઓ ને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહિત  કરે જેથી  અમે લોકો  લોક કલ્યાણના કામમાં વઘારે  ઉત્સાહીત થઇ કામગીરી  કરીએ. 

અમે લોકો જે રીતે  આરોગ્ય લક્ષી  તમામ  કામગીરી  ઉપરાંત એપીડેમિક દરમ્યાન વર્ષોથી કામગીરી કરીએ છે જેને ઘ્યાને લઈ આરોગ્ય  સેન્ટરમા કામ કરતા કર્મચારીઓના હીતમાં ઐતિહાસિક નિર્ણય લેશો  તેવી  તમામ  અર્બન  હેલ્થ સેન્ટર ના સ્ટાફ તરફ થી અમારી તમને નમ્ર વિનંતી છે. તદુપરાંત નીચેના મુદ્દાઓને ધ્યાન માં લઈને એના માટે જરૂરી સગવડ પૂરી પાડવા વિનંતી છે જેથી કરીને સ્ટાફ પોતાને સુરક્ષિત મેહસૂસ કરે અને પૂરી નિષ્ઠા થી કામગીરી કરી શકે.

  1. સુરક્ષિત અને ઉચ્ચા ગુણવત્તા વાડી સુરક્ષા કીટ આપવી, કેમ કે સુરક્ષા કીટ પહેરવા છતાં પણ સ્ટાફ નર્સ નો રિપોર્ટ પોજિટિવ આવ્યો છે, જેના કારણે આપણા કોવિડ-19 સેન્ટર માં કામ કરતાં કે ભવિષ્ય માં કામ કરવા માટે જતાં ડર ની લાગણી અનુભવે છે. આપવામાં આવતી કીટ માં N 95 માસ્ક ની જગ્યાએ ફક્ત સર્જિકલ માસ્ક જ આપવામાં આવેલ છે જેની નોંધ લેવી.
  2. લાલબાગ સ્થિત કોવિડ-19 સેન્ટર માં હેલ્પર અને ક્લીનિંગ સ્ટાફ નથી, જેના કારણે ત્યાની સફાઈ કામગીરી દયનીય છે. ત્યાં નર્સિંગ સ્ટાફ દ્વારા જ બધી કામગીરી કરવામાં આવે છે જેમ કે, દર્દીઓને જમવાનું આપવું, ચા નાસ્તો આપવો, એમના વપરાયેલા વાસણો લેનારું કોઈ નથી.
  3. પોઝિટિવ દર્દીઓની સામે સ્ટાફનો રેશિયો ખૂબ જ ઓછો છે જેના કારણે સ્ટાફ સંક્રમીત થવાની શક્યતાઓ વધી જાય છે.
  4. રોજની ડ્યૂટિ કર્યા પછી દરેક સ્ટાફ પોતાના ઘરે જ જાય છે જ્યાં ઘરમાં નાના બાળકો ઉપરાંત કો-મોરબીડ સ્થિતિવાળા ઉંમરલાયક વૃધ્ધ લોકો પણ રહે છે તથા અમુક સ્ટાફને ત્યાં પોતાને અલગ રૂમમાં રાખવા માટેની વ્યવસ્થા પણ નથી. જેના કારણે સ્ટાફના કુટુંબ ને પણ સંક્રમણ લાગવાની 100 ટકા શક્યતાઓ રહેલી છે. ઉપરાંત જેટલા દિવસ સ્ટાફ ડ્યૂટિ કરે છે એટલા દિવસ એમના રેહવાની તેમજ ખાવા ની વ્યવસ્થા કરવા વિનંતી જેથી કરીને સ્ટાફ રોજ ચેપ લઈને ઘરે જતાં અટકી શકે અને પોતાના કુટુંબને સુરક્ષિત રાખી શકે અને ચિંતા વિના સેવા આપી શકે.
  5. ડ્યૂટિ શિડ્યુલ જે 7 દિવસનું છે, એ પુરૂ થઇ ગયા પછી દરેક સ્ટાફનું મેડિકલ સ્ક્રીનિંગ થવું જોઇએ અને તે પરથી જરૂર મુજબ એમનું મેડિકલ ટેસ્ટિંગ અને સારવાર થવી જોઇએ.
  6. હાલ યુ.પી.એચ.સી.પર કામ કરતાં દરેક નર્સિંગ સ્ટાફમાંથી મોટા ભાગના સ્ટાફ નર્સ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર કામગીરી કરે છે તો તેમની કોવિડ-19 ની આ વૈશ્વીક  મહામારીની ઉમદા કામગીરીને ધ્યાનમાં લઈને બધા નર્સિંગ સ્ટાફ ને કાયમી કરવા માટે નમ્ર વિનંતી છે.

 

                                                                                  

         લિ.

જી. એન. એમ. (સ્ટાફ નર્સ) 

ધી અર્બન હેલ્થ સોસાયટી , વડોદરા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.