ગુજરાતમાં લોકડાઉન માંગ ઉઠી, સરકાર કહે છે કે હાલમાં લોક ડાઉન ની જરૂર નથી : Dy.CM નીતિન પટેલે વધુ શું કહ્યું ?

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર- મી.રિપોર્ટર, ૧૯મી એપ્રિલ.

ગુજરાતમાં કોરોના નો ભારે વિસ્ફોટ થયો છે.  કોરોના ના કહેર થી બચવા અને તેની ચેન ને તોડવા માટે ઘણા શહેરોના અનેક વિસ્તારોમાં લોકોએ સ્વયમભૂ  લોક ડાઉન કરી દીધું છે. જેમાં અનેક વેપારી એસોસિએશને પણ બપોરના ૩ વાગ્યા બાદ દુકાનો અને શો રૂમ બંધ કરી દેવાના નિર્ણયો લીધા છે. આ નિર્ણય વચ્ચે પણ કોરોનાના કેસોની સંખ્યા વધતા જ રાજ્યભરમાં પુન: લોક ડાઉન લગાવવાની માંગ કરી હતી. જેમાં આજે રાજ્યના ૮ મનપામાં મીની લોક ડાઉન લાગવવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે. આ મેસેજ બહાર આવતા જ રાજ્યમાં લોક ડાઉન લાગશે તેવી ચર્ચાઓ ઉઠવા પામી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 5માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/HYrOn3cDP9wLRz5fyc1edM

જોકે આ ચર્ચાઓ વચ્ચે જ  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં. ઘણા લોકો, વેપારી સંગઠનો અને બજારો સ્વયંભૂ લોકડાઉન કરીને કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, વેપાર, ધંધા, ઉદ્યોગ, ખેડૂતોની કામગીરી, પશુપાલકોની કામગીરી તથા અન્ય નાના-મોટા વેપાર ચાલું રહે તથા લોકોને વધારે ચેપ ન ફેલાય તેવો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.  

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.