દિલ્લી હાઈકોર્ટ નો ચુકાદો : લગ્નનુ વચન આપીને શારીરિક સંબંધ બાંધવો એ રેપ નથી, જાણો આખો કેસ શું છે ?

www.mrreporter.in
Spread the love

નવી દિલ્લી – મી.રિપોર્ટર, ૧૮મી ડીસેમ્બર.

દેશમાં  લગ્નનુ વચન આપીને શારીરિક સંબંધ બનાવવાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં આ પ્રકારના કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે. આવા  કેસોમાં ઘણી યુવતીઓ રેપનો આરોપ લગાવીને કોર્ટમાં પહોંચી જાય છે.

આવા કેસોની વધતી સંખ્યા વચ્ચે જ દિલ્હીની કોર્ટમાં પણ તાજેતરમાં જ આવેલા આવા કેસમાં દિલ્હી હાઇકોર્ટ પણ સુનાવણી થઇ હતી. જેમાં  દિલ્લી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યુ કે લગ્નના વચન બાદ જો કોઈ પ્રેમી જોડુ શારીરિક સંબંધ બનાવે તો તેને રેપ ન કહી શકાય. આ પહેલા આ કેસમાં ટ્રાયલ કોર્ટે પણ આ રીતનો ચૂકાદો સંભળાવ્યો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વાત જાણે એમ છે કે, શહેરની એક મહિલા એક પુરુષ મિત્ર સાથે 2008થી 2015 એમ 7 વર્ષ સુધી રિલેશનમાં રહી હતી. મહિલાનો આરોપ છે કે પુરુષ મિત્રે તેને લગ્નનુ વચન આપ્યુ હતુ. સાથે જ ઘણા મહિનાઓ સુધી તેણે શારીરિક સંબંધ પણ બનાવ્યા. ત્યારબાદ તે એને છોડીને જતો રહ્યો. જેના પર મહિલા ટ્રાયલ કોર્ટ પહોંચી અને તેણે પોતાના પાર્ટનર પર રેપનો આરોપ લગાવ્યો હતો. ઘણી લાંબી સુનાવણી બાદ પણ ટ્રાયલ કોર્ટમાં મહિલાના પક્ષમાં ચૂકાદો ન આવ્યો અને આરોપી છૂટી ગયો હતો.  ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ  મહિલા સીધી હાઈકોર્ટમાં ગઈ હતી. 

www.mrreporter.in

દિલ્લી હાઈકોર્ટમાં જસ્ટીસ વિભૂ બાખરુની બેંચે આ કેસની સુનાવણી કરી અને ટ્રાયલ કોર્ટના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો. સુનાવણી દરમિયાન જસ્ટીસ બાખરુએ કહ્યુ કે  ઘણી વાર લગ્નની લાલચમાં  આવીને મહિલાઓ શારીરિક સંબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ તેમાં તેમની સંપૂર્ણ સંમતિ નથી હોતી. આવા કેસોમાં રેપ એટલે કે આઈપીસીની કલમ 375 હેઠળ કેસ ચલાવી શકાય છે. પણ જો કોઈ લાંબા સમય સુધી પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવે તો એ ન માની શકાય કે યુવતીએ લગ્નની લાલચમાં  આવીને આવુ કર્યુ. જેના કારણે આરોપીને છોડવામાં આવે છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.