દિલ્હી, ૨૦મી નવેમ્બર. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચર્ચાના કેન્દ્રમાં ફરીવાર આવ્યા છે. આ વખતે તેમની કોઈ ટિપ્પણી કે કોમેન્ટ્સ માટે નહિ પરંતુ તેમના પર એક યુવકે આંખમાં લાલ મરચાની ભૂકી નાંખી હતી. જોકે સુરક્ષાકર્મીએઓએ મરચાનો પાવડર ફેંકનારા યુવકને ઝડપી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધક્કામુકીમાં કેજરીવાલના ચશ્મા પણ તુટી ગયાં હતાં. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  સચિવાલયમાં તેમની ઓફિસ તરફ જઈ રહ્યાં હતાં. તેઓ ચેમ્બર તરફ જઈ રહ્યાં હતાં, તે વેળા જ પહેલી થી જ ઉભેલા એક યુવકે પોતે  માચિસમાં  લાવેલી મરચાની ભૂકી  કેજરીવાલના ચહેરા તરફ ફેંકી હતી. જે કેજરીવાલની આંખમાં પડી હતી. જોકે સીએમની સુરક્ષામાં રહેલા સુરક્ષાકર્મીઓએ મરચાની ભૂકી ફેંકનાર યુવકની ધરપકડ કરી લીધી છે. યુવકને આપી એક્સ્ટેંશન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આરોપીનું નામ અનિલ કુમાર શર્મા હોવાનું જાણવા મળે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અનિલ કુમાર દિલ્હી સચિવાલયમાં જ ફરજ બજાવે છે. મરચાની ભૂકી ફેંકતા જ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં મુખ્યમંત્રી કેજરીવાલના ચસ્મા પણ તુટી ગયા હતાં.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: