મિ.રિપોર્ટર, ૧૦મી નવેમ્બર. 

દીપિકા પાદુકોણ અને  રણવીર સિંહના લગ્ન  ૧૪મી અને ૧૫મી નવેમ્બરના ઈટાલીના લેક કોમોમાં થશે. આ લગ્ન માટે  શુક્રવારની રાતે તેઓ  ઈટાલી જવા નીકળ્યા હતા. આ સમયે મુંબઈ એરપોર્ટ પર તેમને ફેન્સ અને મીડિયા ફોટોગ્રાફર્સે ઘેરી લીધા હતા. પરંતુ દીપિકાએ કોઈ વાતચીત કરી નહીં. માત્ર સ્માઈલ આપી અને ત્યાંથી નીકળી ગઈ. જોકે, રણવીર પોતાની એક્સાઈટમેન્ટ છુપાવી શક્યો નહીં અને ફ્લાઈંગ કિસ પણ આપી. આટલું જ નહીં રણવિર ફિલ્મ DDLJ ના ફેમસ ગીત ‘ડોલી સજા કે રખના…’વગાડતો જોવા મળ્યો હતો.

મુંબઈ એરપોર્ટ  પર પહોચેલી દીપિકા  એકલી જોવા મળી હતી, જ્યારે રણવીર બહેન  રીતિકા ભવનાની અને  માતા અંજુ ભવનાની અને પિતા જગજીત ભવનાની પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.  રસપ્રદ વાત એ હતી કે દીપિકા અને રણવીરે  મેચિંગ વ્હાઈટ આઉટફિટ પહેર્યા હતા. રણવીર અને દીપિકા ઈટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યાં છે. તેમના લગ્નના ફંકશન 14-15 નવેમ્બરના ઈટાલીના લેક કોમોમાં થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  દીપિકા દક્ષિણ ભારતીય હોવાથી ૧૪મીએ દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર અને રણવીરના સિંધી હોવાના કારણે ૧૫મીએ સિંધી પરંપરા અનુસાર લગ્ન થશે. ૧લી ડિસેમ્બરના મુંબઈમાં તેમનું રિસેપ્શન યોજાશે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: