બોલીવુડ – મિ.રિપોર્ટર, ૧૬મી જાન્યુઆરી.
બોલીવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં દેશમાં બે રીતે પ્રખ્યાત બની છે. એક તો તાજેતરમાં JNU ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ધરણામાં દીપિકા પાદુકોણે ભાગ લેતા અને તેની હાજરીમાં જ ભારત વિરોધી સૂત્રોચ્ચાર થતા દેશવાસીઓમાં ભારે નારાજગી છવાઈ ગઈ છે. જે ઘટના બાદ દીપિકા નો ચારેતરફથી ભારે વિરોધ થઇ રહ્યો છે. તો બીજીબાજુ તાજેતરમાં રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘છપાક’ને લીધે ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે એક એસિડ અટેક સર્વાઈવરનો રોલ પ્લે કર્યો છે.
આ વાદ -વિવાદ ની ઘટના વચ્ચે દીપિકાએ કરેલા સ્ટિંગ ઑપરેશનના લીધે ભારે ચર્ચામાં છે. દીપિકાએ કરેલા સ્ટિંગ ઑપરેશન દ્વારા દેશમાં હજુ પણ કેટલા આસાની થી એસીડ મળી રહે છે તેના તથ્યો બહાર આવ્યા છે. દીપિકાએ કરેલા સ્ટિંગ ઑપરેશનમાં જે પરિણામ સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારું છે.
https://www.instagram.com/tv/B7VGHKcjV33/?utm_source=ig_web_copy_link
એટલું જ નહિ પણ દીપિકાએ આ સ્ટિંગ ઑપરેશન નો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં જેમાં દીપિકા બે કેમેરામેન અને બાકી ટીમ મેમ્બર્સ સાથે એક કામમાં બેઠેલી દેખાઈ રહી છે. ઘણા એક્ટર્સ આસપાસની દુકાનમાં જાય છે અને એસિડ માગે છે. જેઓ પૈકી કોઈ પ્લમ્બર બનીને તો કેટલાક બિઝનેસમેન, સ્ટુડન્ટ્સ, દારૂડિયા, પત્ની અને ગુંડાના બનીને દુકાને પહોંચ્યા હતા. વિડીયોમાં દીપિકા કહે છે કે, ‘જો કોઈ તમને પ્રપોઝ કરે અને તમે ના કહી દો તો ત્યારબાદ સામેવાળો તમને હેરાન કરે છે. જો આવું થાય તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવો, પોતાના અધિકારો માટે લડો.’