મિ.રિપોર્ટર, ૮મી ડિસેમ્બર.
બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ લગ્ન અને હનીમુન બાદ પોતાનું પ્રોફેશનલ વર્ક શરૂ કરી દીધું છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો પોસ્ટ કરી છે. દીપિકા પાદુકોણે ‘GQ’ મેગેઝીન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે. આ તસવીરોમાં દીપિકા વ્હાઈટ સ્વિમસૂટમાં રેતીમાં બેઠેલી જોવા મળે છે. દીપિકાએ આ તસવીરો પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું છે કે,’Soaking in some’.
તાજેતરમાં જ રણવીર સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાયેલી દીપિકા પદુકોણ વર્ષ 2018ના ફોર્બ્સના લિસ્ટમાં સૌથી અમીર સેલિબ્રિટીઝના રેન્કિંગમાં ચોથા નંબર પર આવી ચૂકી છે.