દીપિકા અને રણવીર સિંહે લગ્નના સત્તાવાર ફોટોગ્રાફ્સ મુક્યા…..જુઓ….વિડીયો….

Spread the love

મિ.રિપોર્ટર, ૧૫મી નવેમ્બર. 

બોલીવુડની સુપર અભિનેત્રી અને કરોડો દર્શકોની જાન દીપિકા પાદુકોણ અને એક્ટર રણવીર સિંહે ઇટાલીનાં લેક કોમોમાં કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે આજે લગ્ન કરી લીધા છે. આજનાં લગ્નમાં દીપિકા પાદુકોણે સફેદ અને ગૉલ્ડન કલરની સાડી પહેરી હતી.આ લગ્નના વિડીયો અને ફોટોગ્રાફ્સ  સોશિયલ મીડિયા પર વિડીયો અને પિકચર વાઈરલ થયા છે. તો બીજુબાજુ  મોડી સાંજે દીપિકા અને રણવીર સિંહે પોતાના instagram એકાઉન્ટ પર  લગ્નના સત્તાવાર ફોટોગ્રાફ્સ મુક્યા હતા. જેને જોઇને કરોડો લોકોએ નવદંપતીને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. 

જોકે સત્તાવાર ફોટોગ્રાફ્સ બહાર ના આવે ત્યાં સુધી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના લગ્નના  એક પણ ફોટોગ્રાફ્સ તેમના દોસ્ત અને સંબંધીઓને ફૉટો ન શેર કરવા અપીલ કરી હતી. જોકે આમ છતાંય તેમના વિડીયો અને ફોટોગ્રાફ્સ બહાર આવ્યા હતા.