દીપિકા અને રણવીરસિંહના શાહી લગ્નના ફોટોગ્રાફ્સ વાઈરલ થયા…જુઓ….વિડીયો…

મિ.રિપોર્ટર, ૨૦મી નવેમ્બર. 

બોલીવુડની સુપર જોડી દીપિકા પાદુકોણ અને એક્ટર રણવીર સિંહે ઇટાલીનાં લેક કોમોમાં કોંકણી રીતિ-રિવાજ અને સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે. લગ્ન કર્યા બાદ બંને સ્ટાર દંપતિ મુંબઈ પરત ફર્યા છે અને પોતાના ડીસેમ્બરમાં યોજાનારા રિસેપ્શનની તૈયારીમાં લાગી ગયા છે. દરમિયાનમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના લગ્નના કેટલાક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. જે ખુબ જ વાઈરલ થયા છે. વાઈરલ થયેલાં ફોટોગ્રાફ્સને જોતા લાગે છે કે, બંને સ્ટાર જોડીના એકદમ શાહી લગ્ન થયા છે. પરિવાર અને મિત્રો સાથે ભારે મસ્તી સાથે દંપતીએ પોતાનું નવું જીવન શરુ કર્યું છે.