મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર.
દીપિકા પાદુકોણે અને રણવીર સિંહે તેમના લગ્નના મોકલેલા કાર્ડમાં પોતાના મહેમાનો અપીલ કરી છે કે તેઓ લગ્નમાં કોઈ ગિફ્ટ લઈને ન આવે. જો મહેમાનોને કોઈ ગિફ્ટ આપવી હોય તો ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન’ને દાન કરી શકે છે. આ એનજીઓ દીપિકાની છે જે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવાનું કામ કરે છે. બંને તેમના મહેમાનોને આ ઉમદા કાર્યમાં શામેલ કરવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવૂડના બે સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન એક દિવસ પછી ઇટાલીના લેક કોમો ખાતે છે. બોલિવૂડના સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ૧૪મી અને ૧૫મી નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ જોડીના લગ્ન કોંકણી અને સિંધી રિવાજોથી થશે. આ જ કારણે લગ્ન બે દિવસ ચાલશે. આ સિવાય ૧૩મી નવેમ્બરે રણવીર-દીપિકાની સંગીત સેરેમની થશે. ૧૪મી તારીખે બંને કોંકણી વિધિથી લગ્ન કરશે અને ૧૫મી તારીખે સિંધી રિવાજથી લગ્ન કરશે. આ જોડી ભારત આવીને મુંબઈ અને બેંગ્લુરુમાં ભવ્ય રિસેપ્શન આપવાની છે. દીપિકા અને રણબીરના લગ્નનું રિસેપ્શન 28 નવેમ્બરના દિવસે મુંબઈમાં થવાનું છે.