મિ.રિપોર્ટર, લેક કોમો, ૧૪મી નવેમ્બર. 

૧૪મી નવેમ્બરના ચિલ્ડ્રન ડે ના દિવસે જ ઈટાલીમાં દીપિકા-રણવિરનાં કોંકણી વિધિથી લગ્ન થઈ ગયા છે. કોંકણી વિધિ પ્રમાણે, દીપિકા તથા રણવિરે ચાર ફેરા ફર્યાં હતાં. લગ્નવિધિ ભારતીય સમય પ્રમાણે, ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.

ભારતીય સમય પ્રમાણે અઢી વાગે મહેમાનો યૉટથી Villa del Balbianelloમાં આવવાની શરૂઆત કરી હતી. 8-10 યૉટમાં 30-40 મહેમાનો આવ્યા હતા. દીપિકા લગ્ન સમયે વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી. લગ્ન મંડપને દીપિકાના ફેવરિટ ફૂલો લિલીથી સજાવવામાં આવ્યો છે. આઠ હજાર વ્હાઈટ ગુલાબોથી Villa del Balbianelloને ડેકોરેટ કરવામાં આવ્યો છે.

ઈટાલીના લેક કોમોમાં આવેલા Villa del Balbianello માં ભારતીય સમય પ્રમાણે, ત્રણ વાગે લગ્નનાં મંત્રોચ્ચાર શરૂ થયા હતાં. મંત્રોચ્ચાર વિલાની બહાર સુધી સંભળાતા હતાં. કોંકણી વિધિમાં દીપિકા-રણવિર સાત નહીં ચાર ફેરા ફર્યા હતા. Villa del Balbianello માં ભારતીય લગ્ન જેવો માહોલ છવાઈ ગયો હતો. બંનેના લગ્ન પ્રસંગે ઘણા બોલીવુડ સ્ટારે શુભેચ્છાઓ પાઠવી હતી. 

 

1 ક્લિક પર જોડાવો Mr. Reporter News ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે…

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Mr. Reporter News Twitter એકાઉન્ટ
લાઇક કરો Mr. Reporter News Facebook પેજ
ફોલો કરો Mr. Reporter News Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Mr. Reporter News YouTube ચેનલ
WhatsApp પર ન્યુઝ વાચવા માટે 7016252800 પર મેસેજ કરો.

તેમજ અમારી વેબસાઈટ વિઝીટ કરો http://www.mrreporter.in

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: