ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડેનો નિર્ણય : ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈએ યોજાશે

www.mrreporter.in

ગાંધીનગર- મી.રિપોર્ટર, 19મી જૂન.

રાજ્યમાં કોરોના ના કહેરના લીધે  ગુજરાત  માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. માસ પ્રમોશન બાદ બોર્ડે  વિદ્યાર્થીઓના  પરિણામની ફોર્મ્યુલા નક્કી કરી છે.  હવે  શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ના  રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશ આપવાની જાહેરાત કરી હતી.  જોકે અત્યાર સુધી રિપીટર વિદ્યાર્થીઓ અંગે કોઈ નિર્ણય લીધો ના હતો. જેના પગલે રિપીટર વિદ્યાર્થીઓએ  પણ માસ પ્રમોશન આપવામાં આવે  તેવી માંગણી કરી હતી. વિદ્યાર્થીઓ ની રજુઆત બાદ  બોર્ડ દ્વારા રીપીટર  વિદ્યાર્થીઓની એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે. બોર્ડના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવામાં આવશે.

બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32,400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97000 જેટલા રિપીટર્સ વિદ્યાર્થીઓ  નોંધાયા છે. રિપીટર વિદ્યાર્થીઓ માટેનો વિગતવાર એક્ઝામનો કાર્યક્રમ બોર્ડ દ્વારા ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply