વિદ્યાર્થીઓની વિચાર શક્તિ વધારવા માટે પારૂલ યુનિવર્સિટીમાં ડિબેટ યોજાઈ

Spread the love

મેડિકલ- મી.રિપોર્ટર, ૭મી એપ્રિલ

Universal Health coverage એટલે એવી આરોગ્ય સિસ્ટમ જે દેશવાસીઓને સુરક્ષિત અને યોગ્ય આરોગ્ય સેવા પૂરી પાડવી અને તે પણ આર્થિક સુરક્ષા સાથે. જેમાં જુદા જુદા વિસ્તાર, જ્ઞાતિ-જાતી અને વ્યક્તિની આર્થિક સ્થિતિને જોવામાં આવતી નથી. વિશ્વ આરોગ્ય દિવસ 2019 નિમિત્તે આ વર્ષની થીમ “Universal Health Coverage”, પર વિદ્યાર્થીઓની વિચાર શક્તિ વધારવા માટે પારૂલ યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ વિભાગ દ્વારા એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ડિબેટનો વિષય “Universal Health Coverage – Fact or Fiction” રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા તેમના મંતવ્યોમાં તેમને ખાસ કરી છેલ્લા કેટલાક વર્ષોમાં શરૂ થયેલી સરકારની આરોગ્ય લક્ષી સેવાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, ચિરંજીવી, બાલસખાનો સમાવેશ થાય છે. પરંતુ આપણે જો Universal Health coverage મેળવવું હોય તો હજી ઘણું કરવાનું બાકી છે.

જાહેર આરોગ્યના સેવક ડો. વિકાસ દેસાઈ જે સુરત ખાતે Urban Health and Climate Resilience Centre of Excellence (UHCRCE)ના ટેક્નિકલ ડાયરેકટર તરીકે સેવા આપે છે તેમજ નિષ્ઠા સાથે Urban Health and Climate change પર કામ કરે છે. તેઓ પણ આજે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમને વિદ્યાર્થીઓને challenges and limitations of Universal Health coverage, and role of Medical Colleges in achieving Universal Health coverage વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી તેમજ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબો પર આપ્યા હતા.