શ્રીજી હોસ્પિટલમાં કોરોનાથી વૃદ્ધાનું મોત, માતા ના મોત બાદ પુત્રીનો વલોપાત ; હોસ્પિટલને બંધ કરો; મારી માને મારી નાખી

www.mrreporter.in
Spread the love

હેલ્થ – વડોદરા, મી.રિપોર્ટર, ૮મી એપ્રિલ. 

શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા વૃદ્ધાનું મોત થતાં જ પુત્રીએ માતા ના મોત અંગે હોસ્પિટલ અને ડોક્ટર ને જવાબદાર ઠેરવીને ભારે હોબાળો મચાવ્યો હતો. માતા ના મોત માટે તબીબી નિષ્કાળજી હોવાના આક્ષેપ સાથે પુત્રીએ આક્રંદ કરતાં જણાવ્યું હતું કે ‘આ શ્રીજી હોસ્પિટલને બંધ કરો; મારી માને મારી નાખી, આ વીડિયો નીતિન પટેલ સુધી પહોંચાડો. 

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં માંજલપુરના 60 વર્ષનાં ગજરાબેન બારિયા કોવિડની સારવાર લઈ રહ્યાં હતાં. તેઓ એક સપ્તાહથી સારવાર હેઠળ હતાં.  જોકે બુધવારે રાતે તેમનું એકાએક મોત નીપજતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરી જણાવ્યું હતું કે બુધવારે સાંજે ગજરાબેન સાથે વાતચીત થઈ હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- ૩ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/LQOdPzehxADEqaDY3Xl2GQ

9877તેઓ સ્વસ્થ હતાં. અગાઉ વેન્ટિલેટર પર હતાં, પરંતુ ત્યાર બાદ તેઓ સ્વસ્થ થયાં હતાં અને નોર્મલ હતાં. પરંતુ રાતે હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો કે ગજરાબેનની હાલત ક્રિટિકલ છે. ત્યાર બાદ હોસ્પિટલમાં પહોંચી જોતાં તેઓ મૃત હાલતમાં હતાં. તબીબોએ તેમને પરત વેન્ટિલેટર પર મૂક્યાં છે, તેની જાણ મોડા કરી હતી અને તબીબ ગંભીર દર્દીને જોવા પણ નહીં આવતા હોવાના ગંભીર આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, તબીબે તમામ આક્ષેપોને નકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દર્દીને બચાવવા માટે છેલ્લે સુધી પ્રયત્ન કર્યા હતા. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.