દયા ઉર્ફે દિશા વાકાણી તારક મહેતા કા ઉલટા ચશ્મા પરત ફરશે ? જાણો કેમ ?

Spread the love

શોમાં પ્રોડ્યુસર આસિત મોદીએ દયા ઉર્ફે દિશા વાકાણીને 30 દિવસની નોટિસ આપી : જો પરત નહિ ફરે તો તેણી જગ્યાએ બીજી હિરોઈન લેવાશે

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૨૬મી માર્ચ 

તારક મહેતા કા ઉલટા ચશ્માના શો માંથી દયા ઉર્ફે દિશા વાકાણી છેલ્લા એક વર્ષ થી વધુ સમયથી મેટરનિટી લીવ પર છે. હવે તેનો દીકરો પણ મોટો થઇ રહ્યો છે, છતાં દયા ઉર્ફે દિશા વાકાણી શો માં પરત ફરી નથી. તે શો માં નહિ જોડતા જ તેને લઈને ભારે અટકળો ચાલી રહી છે ? જેમાં તેણે શો માં પરત ફરવા માટે પ્રોડ્યુસર આસિત મોદી પાસેથી તગડી રકમ માંગી હતી, જેને પ્રોડ્યુસર આસિત મોદીએ ફગાવી દીધી હતી. તો બીજીબાજુ શોમાં જોડાવવા માટે દયા એ થોડો વધુ સમય માંગ્યો હતો.

આ અટકળો વચ્ચે દિશા વાકાણીના પતિ મયૂર પડિયા અને શોના પ્રોડ્યુસર આસિત મોદી વચ્ચે શોની પ્રાઈસને લઈને ભારે મતભેદ ચાલી રહ્યા છે. બંને વચ્ચે આ મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. જેમાં પ્રોડ્યુસર આસિત મોદીએ ઘણો લાંબો સમય દિશા વાકાણીની રાહ જોઈને બે જ દિવસ પહેલા તેને 30 દિવસનો નોટિસ પિરિયડ આપ્યો હતો. તેમણે દિશાને કડક શબ્દોમાં જણાવી દીધું હતું કે જો તે 30 દિવસની અંદર અંદર સેટ પર હાજર નહિ થાય તો તેને શોમાં રિપ્લેસ કરી દેવામાં આવશે.

હવે લાગે છે પ્રોડ્યુસર આસિત મોદીની આ ધમકીની  અસર દયાબેન પર  પડી છે અને તે શોમાં પાછી ફરવા તૈયાર થઈ ગઈ છે.  દિશા વાકાણીએ ફાઈનલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર આસિત મોદી સાથે સમાધાન કરવાનું નક્કી કરી લીધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં તારક મહેતાનો રોલ ભજવતા કલાકાર શૈલેષ લોઢાએ એક વેબસાઈટને જણાવ્યું કે  “આવશે, આવશે, દયાબેન ચોક્કસ આવશે. ધીરજના ફળ મીઠા હોય છે, ધીરજના ફળ દયાબેન હોય છે.”