ક્યાં મામલે.. ડેડી અક્ષય કુમાર જેવી જ છે તેની દીકરી નિતારા : જુઓ…વિડીયો..

Spread the love

મિ.રિપોર્ટર, બોલીવુડ, ૧૧મી નવેમ્બર. 

બોલીવુડ સુપરસ્ટાર અને ઇન્ડસ્ટ્રીઝમાં  સૌથી ફિટ એક્ટર ગણાતા અક્ષય કુમારે પોતાની દીકરી નિતારાનો  પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નાનકડો વીડિયો શેર કર્યો છે.  જેમાં ૬ વર્ષની નિતારા પિતા અક્ષય કુમારની જેમ જ નાનપણથી  ફિટ બનવા માંગતી હોય તેમ  વર્કઆઉટ કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં અક્ષયની પુત્રી જાડા દોરડાંને ઉપર-નીચે કરતી જોવા મળે છે.

પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ વિડીયો શેર કરતા અક્ષય કુમારે  લખ્યું કે, “બાળકો જે જોવે છે તેવું જ કરે છે. જલ્દી શરૂ કરો અને એક સારો દાખલો બેસાડવાનો પ્રયાસ કરો. ગ્રેટ પેરેન્ટિંગ. એક્ટિવ કિડ્સ.”  અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારના આ વીડિયોને માત્ર પાંચ કલાકમાં ૨ મિલિયનથી વધારે લાઈક મળી ચૂકી છે.