M.S.University નું ફેક FB પેજ બનાવીને અશ્લિલ ટિપ્પણી કરનાર સામે સાયબર ગુનો નોંધાયો

Spread the love

M.S. Universityના નામનું ફેસબુક ખોલી સિન્ડીકેટ સભ્યો વિરૂધ્ધ ટીપ્પણીઓ કરાઈ : યુનિ.નો લોગો,ગેસ્ટહાઉસનો નંબર પણ ફેક FB પેજમાં મૂક્યો

ક્રાઈમ- વડોદરા, મિ.રિપોર્ટર, 12મી ઓગસ્ટ.

વિશ્વ વિખ્યાત એમ.એસ યુનિવર્સીટીના નામનું કોઇ અજાણ્યા શખ્સે ફેક FB ખોલીને યુનિ.નો લોગો લગાવીને બે સિન્ડીકેટ સભ્યો વિરૂધ્ધ આપત્તી જનક ટીપ્પણી કરાઈ હોવાનું જાણવા મળતાં જ યુનિ.ના રજિસ્ટ્રારે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

એમ.એસ. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન.કે. ઓઝાએ સાઇબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, એમ.એસ. યુનિવર્સિટીના નામનું કોઇ અજાણી વ્યક્તિએ ફેક FB પેજ ખોલીને તેમાં યુનિ.નો સિમ્બોલ, યુનિ.ના નું સરનામું અને યુનિ. ગેસ્ટહાઉસનો ટેલિફોન નંબર આપ્યો છે. આ ઉપરાંત ફેક FB પેજમાં સિન્ડીકેટ સભ્ય મયંક પટેલ અને ડો. દિનેશ યાદવ વિરૂધ્ધ આપત્તીજનક ટીપ્પણી કરી છે. સાઇબર ક્રાઇમે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

યુનિ.નો સિમ્બોલ કે સરનામું પણ ઉપયોગ કરી શકાય નહિં : રજીસ્ટ્રાર

રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, ગઇકાલ તા.11ના રોજ યુનિ.ના નામનું ફેક FB પેજ મારા ધ્યાન ઉપર આવ્યું હતું. યુનિ.ના નામનું ફેક એકાઉન્ટ ખોલવું તે ગેરકાયદેસર બાબત છે. તેમાં યુનિ.નો સિમ્બોલ કે સરનામું પણ ઉપયોગ કરી શકાય નહિં. આ ફેક એકાઉન્ટમાં બે સિન્ડીકેટ સભ્યો પણ જે પ્રમાણે ટીપ્પણી કરવામાં આવી છે. તે અંગે તપાસ થવી જરૂરી છે. અને આવા ફેક ફેશબુક પેજ બનાવનારને શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની 14 મી ઓગસ્ટ ના રોજ ચૂંટણી યોજાનાર છે. ત્યારે યુનિ.ના નામનું ફેક FB પેજ ખોલીને જે રીતે યુનિ.ના સિમ્બોલનો ઉપયોગ કરાયો છે. અને બે સિન્ડીકેટ સભ્યો સામે આપત્તી જનક ટીપ્પણી કરવામાં આવતા કેમ્પસમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.