વડોદરામાં રાત્રીના 9 થી સવારે 6 સુધી કર્ફ્યુ જાહેર, શનિ-રવિ મોલ-મલ્ટીપ્લકેસ બંધ રાખવાનો નિર્ણય

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, 19મી માર્ચ. 

વડોદરા શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર, મતદાન અને પરિણામ બાદ ભેગા થયેલા લોકોના મેળાવડા તેમજ મહાશિવરાત્રીની સવારી વખતે શહેરમાં ઉમટી પડેલા જનસૈલાબ ના પગલે શહેરમાં સતત કોરોનના કેસ વધી ગયા છે. એક અંદાજ મુજબ કોરોના કેસમાં 400 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વણસતી  પરિસ્થિતિને કાબુમાં કરવા માટે હવે VMC, ખાસ ફરજ પરના અધિકારી  ડો. વિનોદ રાવ અને પોલીસ તંત્ર ની સંયુક્ત મળેલી બેઠક બાદ આજ થી વડોદરા શહેરમાં રાત્રીના 9 થી સવારે 6 સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શનિ-રવિ મોલ-મલ્ટીપ્લકેસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અંતે ઉલ્લેખનીય છેકે, ગઈકાલે  સાંજે મળેલી બેઠકમાં વડોદરા શહેરમાં આવેલા ટ્યુશન કલાસીસ અને કોચિંગ ક્લાસીસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે સવારે ખંડેરાવ સહિતના બજારમાં ભારે ભીડ જામતાં  કોરોના કેસોમાં મોટો વિસ્ફોટ થાય તેવી દહેશત ઉભી થતા જ તંત્ર દ્વારા બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજીબાજુ લોકોની રોજગારીને સીધી જ અસર થતાં  નાના વેપારી અને લોકોમાં  તંત્રના નિર્ણયને પગલે ભારે નારાજગી છવાઈ ગઈ હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.