દેશ પર સંકટ : કોરોના વાઈરસના 2902 કેસ, તબલીગી જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Spread the love

હેલ્થ- નવી દિલ્હી- મિ.રિપોર્ટર, ૪થી એપ્રિલ. 

દેશમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 601 નવા કેસ સામે આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ 56 લોકોના મોત થયા છે, જેમાંથી 12 મોત કાલે થયા છે. તબ્લીગી જમાત સાથે જોડાયેલા 647 પોઝિટિવ કોરોના કેસ છેલ્લા બે દિવસમાં સામે આવ્યા છે. આ 14 રાજ્યોમાંથી સામે આવ્યા છે એમ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને માહિતી આપતાં જણાવી હતી.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે  વધુમાં જણાવ્યું  હતું કે, દેશભરમાં અત્યાર સુધીમાં 2902 કોરોના કેસ નોંધાયા છે. આ પૈકી 68 લોકોના મોત થયા છે. 183 સંક્રમિત લોકોની તબિયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં 1.34 લાખ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. ટેસ્ટીંગ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. તમામ રાજ્યોને આ માટે આવશ્યક સામગ્રી મોકલવામાં આવી છે. 2902 કેસ પૈકી 1023 કેસ તબલીગી જમાતના લોકોના છે. આરોગ્ય મંત્રાલયના અધિકારી લવ અગરવાલે જણાવ્યું હતું કે ભારતમાં કોરોના સંક્રમણના કુલ કેસ પૈકી 30 ટકા કેસ નિઝામુદ્દીન ક્લસ્ટર સાથે જોડાયેલા છે. 

ચહેરા ને ઢાકવા માટે પણ આરોગ્ય મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

સરકારે આજે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ સ્ટાફ ઉપરાંત સામાન્ય નાગરિકો સંક્રમણથી બચવા માટે હોમમેડ ફેસ કવરનો પણ ઉપયોગ કરી શકે છે. એડવાઈઝરી પ્રમાણે કોવિડ-19ના ઈન્ફેક્શનથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને પોતાને સ્વચ્છ રાખવા તથા સંક્રમણ મુક્ત રાખવા જરૂરી છે. કેટલાક દેશો તરફથી હોમમેડ ફેસ કવરને સામાન્ય નાગરિકોને સંક્રમણથી બચાવવા માટે અસરકારક ગણાવાયુ છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.