વડોદરા, મિ.રિપોર્ટર, ૨૫મી જાન્યુઆરી.
શહેરના નવલખી મેદાન ખાતે વડોદરા ક્રેડાઈ દ્વારા આજ થી ત્રણ દિવસીય ” હાઉસ ફૂલ પ્રોપર્ટી એક્સ્પો 2019 “નો પ્રારંભ થયો હતો.જેનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી ના હસ્તે કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસીય ” હાઉસ ફૂલ પ્રોપર્ટી એક્સ્પો 2019 “માં 100 થી વધુ ડેવેલોપર્સ ના વિવિધ પ્રોજેક્ટસ જોયા બાદ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં વડોદરા વિકાસની દ્રષ્ટિ એ હરણફાળ ભરશે. રૂપિયા ૬ લાખની પ્રોપર્ટી થી લઈને રૂપિયા ૪ થી ૪.૫૦ કરોડ સુધી ની લક્ઝુરીયસ પ્રોપર્ટી એક્સ્પો માં જોવા મળશે.આજે પ્રથમ દિવસે પ્રોપર્ટી એક્સ્પો ની મુલાકાત માટે લોકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ક્રેડાઈ વડોદરા ના પ્રમુખ જતીન અમીન, સેક્રેટરી ઉમેશ પટેલ સહિત ના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, સીમાબેન મોહિલે, કેતન ઇનામદાર સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.