વડોદરા- મિ.રિપોર્ટર, ૨૫મી જુલાઈ

દેશભરમાં ટિકટોક વીડિયો વાઈરલ થવાની ઘટનાઓમાં પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થઇ ચૂક્યા છે. હવે ગુજરાત પોલીસમાં પણ ટિકટોક વીડિયો બનાવીને વાઈરલ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.  આ વિડીયો વાઈરલ કરવાની ઘટનામાં રાજ્યની બે મહિલા પોલીસ કર્મચારી સસ્પેન્ડ થઇ ચુકી છે. આમ છતાય આ ટ્રેન્ડ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. આ દુષણની ચલણ વડોદરામાં પણ શરુ થયું છે.  વડોદરાના પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે. પીએસઆઇના વાયરલ થયેલો ટિકટોક વીડિયો વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પીએસઆઇએ જાતે જ વીડિયો ઉતાર્યો

સોશિયલ મીડિયા ટિકટોક પર ડાન્સ અને ફિલ્મી ગીતો સહિત ફની વીડિયો મૂકવાનો હાલ ક્રેઝ ચાલી રહ્યો છે. જેમાં પોલીસ તંત્ર પણ હવે બાકાત નથી. વડોદરા શહેરના પીએસઆઇ અરૂણ મિશ્રાએ પોતાની ઓફિસમાં બેઠા બેઠા વીડિયો ઉતાર્યો હતો અને ટિકટોક પર અપલોડ કર્યો હતો. અને ટિકટોક પર અપલોડ થતાની સાથે જ પીએસઆઇનો વીડિયો વાયરલ થયો હતો.

પીએસઆઇ ને સસ્પેન્ડ કરાશે 

ડીસીપી ક્રાઇમ બ્રાંચ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા વિચારણા કર્યાં અરૂણ મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: