કોવિડ : નાના બાળકો માટે હવે આવી રહી છે કોરોના વેક્સીન ? જાણો કોણ લાવી રહ્યું છે ?

www.mrreporter.in
Spread the love

હેલ્થ-નવી દિલ્હી, મી.રિપોર્ટર, 31મી માર્ચ. 

દેશમાં જ નહિ પણ વિશ્વમાં પણ કોરોના ની બીજી લહેર આતંક મચાવી રહી છે.  વિશ્વમાં વયસ્ક લોકો માટે કોવિડ વેક્સીન લગાવવાનું દુનિયાભરમાં ચાલુ છે. પરંતુ બાળકો માટે તેના માટે વિશ્વભરમાં કોઈ પહેલ કરવામાં આવી નથી. જોકે હવે અમેરિકન કંપની ફાઇઝરે દુનિયાને મોટી રાહત આપતા જણાવ્યું છે કે, તેમની કોવિડ -19 રસી 12 વર્ષ સુધીના બાળકોને રક્ષણ આપે છે. કંપની ટૂંક સમયમાં જ તેને બજારમાં મૂકશે . 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 કોરોના ની બીજી લહેરના આતંકમાં અમેરિકા પણ બાકાત નથી. અમેરિકામાં પહેલાની સરખામણીમાં કેસોની સંખ્યા ઘટી છે. પરંતુ દૈનિક મૃત્યુઆંકમાં વધારો થયો છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ જાહેર કરેલા આંકડા મુજબ અમેરિકામાં એક દિવસમાં 60000થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે એક દિવસ પહેલા 69419 કેસ નોંધાયા હતા. જેની સામે છેલ્લા 24 કલાકમાં 840 દર્દીઓનું મોત થયું છે, એક દિવસ પહેલા 701 લોકો મોતને ભેટ્યા હતા. કોરોનાના સંક્રમણને પગલે અમેરિકામાં કોરોના વેક્સિનેશન ઝડપી કરવામાં આવી રહ્યું છે. હવે બાળકો માટે નવી રસી આવવા ને પગલે કેસમાં અને મૃત્યુ આંક પણ ઘટશે. 
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.