સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એકસાથે નહિ થાય, હાઈકોર્ટનો ચુકાદો

www.mrreporter.in

તમામ ચૂંટણીની મતગણતરી એક જ દિવસે રાખવાની માંગ કરી હતી

અમદાવાદ – મી.રિપોર્ટર , 19મી  ફેબ્રુઆરી .

 રાજ્યમાં 21મી અને 28મીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં  મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મતગણતરી એક જ તારીખે કરવાની કરાયેલી અરજીને ફગાવી દઈને મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે, તમામ ચૂંટણીની મતગણતરી એક જ દિવસે શકય ન હોવાથી મતગણતરી એક દિવસે નહીં યોજાય. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મહાનગર પાલિકા અને જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાની મતગણતરી અલગ અલગ રાખવાથી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને એક જ દિવસે મતગણતરી રાખવાની માંગ કરી હતી. જોકે ચૂંટણી પંચે અલગ અલગ મતદાનની સાથે મતગણતરી માટે અલગ અલગ તારીખો જાહેર કરી હતી. જેમાં અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજવી એ તમામની ફરજ છે.

જેના જવાબમાં ચૂંટણી પંચે 303 પાનાનું સોંગદનામું રજૂ કરી કહ્યું હતું. જેમાં ચૂંટણી પંચે જવાબ રજૂ કરીને કહ્યું કે, વર્ષ 2005માં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણની મતગણતરી અલગ અલગ થઈ હતી. એક જ દિવસે મતગણતરી કરવામાં વધુ સ્ટાફની જરૂર પડે, જેથી તે શક્ય નથી. ઉપરી અધિકારીએ દરેક સ્થળે પહોંચવાનું હોવાથી એ પહોંચી શક્તા નથી. તેમજ કોવિડ મહામારીના કારણે એલ રૂમમાં 14 ટેબલના બદલે 7 ટેબલ રાખવા પડે એમ છે. જેથી એકસાથે મતગણતરી શક્ય નથી.

મહત્વનું છે મહાનગરપાલિકાની ચૂંટણી માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે. જ્યારે કે, જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકા માટે 2 માર્ચે મતગણતરી થવાની છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply