વડોદરાના તાંદલજા વિસ્તારને કોરોન્ટાઈન કરાયો, ૭ હજાર લોકો ઘરની બહાર નીકળી શકશે નહી, નકશો પણ જાહેર કરાયો

Spread the love

હેલ્થ- વડોદરા, મિ.રિપોર્ટર

વડોદરા શહેરનાં નાગરવાડા વિસ્તારમાં આજે 5 કોરોના વાઈરસના પોઝીટીવ કેસ સામે આવતા અને આ 5 કેસમાં વડોદરાના તાંદલજાનું કનેકશન પ્રથમ દર્શીય રીતે બહાર આવતા જ વડોદરા મ્યુનિસિપલ અને વડોદરા પોલીસે સંયુક્ત રીતે મીટીંગ કરીને તાંદલજા વિસ્તારને કોરોન્ટાઈન જાહેર કરી દીધો છે. કોરોન્ટાઈન જાહેર કરવાને પગલે હવે તાંદલજાના ૧૯૦૦ ઘરના ૭ હજાર લોકો હવે ઘરની બહાર નીકળી શકશે નહિ. જે લોકો કોરોન્ટાઈન નો ભંગ કરશે તેમની સામે કાનૂની પગલા ભરવાની પણ હાથ ધરવામાં આવશે. 

વડોદરાના હોટસ્પોટ બની ગયેલા નાગરવાડા વિસ્તારમાં કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો સમાવેશ થાય છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 18 થયો છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચનાથી નાગરવાડા વિસ્તારમાં તકેદારીના પગલાં તરીકે માસ સેમ્પલિંગ કરાવવામાં આવ્યું હતું. તે દરમિયાન 5 નવા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નાગરવાડાના પોઝિટિવ દર્દીનું તાંદળજા કનેક્શન બહાર આવતા તાંદળજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટિન કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. આ નિણર્યના ચુસ્ત અમલવારી અર્થે આયોજન માટે તાત્કાલિક ધોરણે JCP, DCP અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ એ રેડ ઝોનની મુલાકત લીધી હતી.  રેડ ઝોનની મુલાકાત બાદ વડોદરાના OSD ડો. વિનોદ રાવે મીડિયા સાથે કરી હતી. ડો. વિનોદ રાવે તાંદલજા વિસ્તારને કોરોન્ટાઈન જાહેર કરાયો હોવાનું અને તનો નકશો જાહેર કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે તાંદલજા વિસ્તાર અંગે વધુ શું કહ્યું, તે અંગે જુઓ વિડીયો….

 

 

વડોદરામાં આજે નોધાયેલા  નવા 5 કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓના નામ

રૂપૈયાબેન મોહમદભાઇ શેખ(60), મુમામુદા ખાલિઆહુસૈન શેખ(21), અહમદહુસૈન મોહમદભાઇ શેખ(46), મોઇનલ એચ. મલેક(20) અને મહમદ રફિક બાબુખાન પઠાણ(57)નો સમાવેશ થાય છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.