કોરોનાની ત્રીજી લહેર, 60 દિવસમાં આવી શકે છે : કમિટીએ સરકાર ને આપેલા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Spread the love

હેલ્થ-મિ.રિપોર્ટર, ૨૩મી ઓગસ્ટ. 

દેશમાં કોરોનાની ત્રીજી લહેર પર બનાવવામાં આવેલી નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર હેઠળની કમિટીએ ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર –  સંક્રમણ પીક પર પહોચશે. કમિટીએ બાળકો પર સૌથી વધુ અસર થશે તેવી વાત કહી છે અને અત્યારથી જ તૈયાર રહેવાનું એલર્ટ આપ્યુ છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

દેશમાં થી કોરોના ની બીજી લહેર લગભગ વિદાઈ કરી ચુકી છે. દેશમાં કેસ ૨૫ હજાર ની આસપાસ છે. આ સમયમાં લોકો પાછા વાર-તહેવારની ઉજવણીમાં લાગી ગયા છે. ઘણા રાજ્યોમાં તો લોકોએ કોરોના નો પ્રોટોકોલ પણ સંપૂર્ણ રીતે પાળી રહ્યા નથી. એમને પણ એવું જ લાગી રહ્યું છે કે દેશમાંથી કાયમ માટે કોરોના જતો જ રહ્યો છે. લોકોના આવા વર્તન સને અભિગમ સામે નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળની કમિટીએ કોરોના ની ત્રીજી લહેર ને લઈને ચેતવણી જારી કરી ને સરકાર ને રીપોર્ટ આપ્યો છે. 

કમિટીએ કોરોના ની ત્રીજી લહેર દેશમાં ઓક્ટોબર મહિનામાં ઉચાઇ પર પહોચશે તેવી ચિંતા ની સાથે ચેતવણી આપી છે. કમિટીએ ખાસ કરીને  નાના બાળકો પર તેની ગંભીર અસર થશે તેવું જણાવ્યું છે અને એલર્ટ રહેવા પણ સુચન કર્યું છે.  કમિટીના રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બરના અંત સુધી ત્રીજી લહેર પોતાની અસર દેખાડવાની શરુ કરશે. ત્યાં જ ઓક્ટોબરમાં દેશમાં દરરોજ 5 લાખથી વધુ કેસ આવી શકે છે. આશરે 2  થી 3 મહિના સુધી દેશને ફરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક રાજ્યોમાં ફરી લોકડાઉનની જરૂર પણ પડશે.

કમિટી એ રિપોર્ટમાં  એવું પણ કહ્યું છે કે, દેશમાં બાળકો માટે મેડિકલ સુવિધાઓ, વેન્ટીલેટર, ડોક્ટર, મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ, ઓક્સિજનની પૂરી વ્યવસ્થા હોવી જોઈએ. ટલાક રાજ્યોમાં ફરી લોકડાઉનની જરૂર પણ પડશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

%d bloggers like this: