લંડનથી મેરઠ પરત ફરેલી 2 વર્ષની બાળકીમાં કોરોનાના નવા સ્ટ્રેનની પુષ્ટિ, સમગ્ર વિસ્તારને સીલ કરાયો

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, 30મી ડિસેમ્બર. 

લંડનમાં રોજ નવા સ્ટ્રેન વાઇરસ ના કેસ સામે આવી રહ્યા છે. વિશ્વના દેશોએ હાલમાં લંડન જતી ફ્લાઇટો ને જતી રોકી દીધી છે. આ નિર્ણય વચ્ચે જ લંડન થી મેરઠ આવેલા પરિવાર સુધી પણ કોરોનાના નવા સ્ટ્રેન પહોંચી ગયા છે. નવા સ્ટ્રેનની પુષ્ટિ બે વર્ષની બાળકીમાં થઈ છે. આ નવા સ્ટ્રેનની પુષ્ટિ થયા બાદ સ્વાસ્થ્ય વિભાગ અને પ્રશાસનમાં હડકંપ જોવા મળી રહ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મેરઠના પ્રશાસન દ્વારા સાવધાની દાખવતા જ્યાં આ બાળકી રહે છે તે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જે બાળકીમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાં છે તે બાળકી હાલમાં જ પોતાના માતા-પિતાની સાથે લંડનથી મેરઠ પરત પરી છે. અહીંના ટીપી નગર ક્ષેત્રની સંત વિહાર કોલોનીમાં તે પોતાના માતા-પિતાની સાથે લંડનથી પરત ફરી છે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેના સેમ્પલની વધુ તપાસ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. મેરઠ સ્વાસ્થ્ય વિભાગે લંડનથી પરત ફરેલા 4 યાત્રિકોમાં કોરોનાની પુષ્ટિ કરી હતી જે બાદ તેમના સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલ્યા હતા. હાલ બાળકીને કોવિડ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવી છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.