તાળી પાડવા અને દીવો પ્રગટાવવા થી કોરોના વાઈરસ દુર નહિ થાય, PM ને કોઇ ચિંતા નથી : રાહુલ ગાંધી નો મોદી ટોણો

Spread the love

કોરોના વાયરસનો સામનો કરવામાં ભારત પુરતી સંખ્યામાં ટેસ્ટિંગ કરી રહ્યું નથી. લોકો પાસે તાળી વગાડવા અને દીવો સળગાવવાથી આ સમસ્યા દૂર નહી થાય : રાહુલ ગાંધી ની શીખ

 
દેશમાં એકબાજી કોરોના નો કહેર જારી છે. આ કહેર ને ઓછો કરવા માટે મોદી સરકાર લોક ડાઉન કરી ને કોરોના વાઈરસ સામે લડી રહી રહેલા દેશના રીયલ હીરો ને બિરદાવવા માટે તાળીઓ પાડવા,  થાળીઓ વગાડવી અને ઘંટનાદ કરવાની સલાહ આપી હતી. હવે મોદી ૫મી એપ્રિલ ના રોજ કોરોના વિરુદ્ધ જંગમા એકતા બતાવવા રાત્રે ૯ વાગે ૯ મિનીટ માટે દીવો, મીણબત્તી, ટોર્ચ અને મોબાઇલની ફ્લેશની લાઈટ પ્રકટાવવાની અપીલ કરી છે. હવે આ અપીલ સામે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  સખ્ત વાંધો ઉઠાવ્યો છે.  
 
રાહુલ ગાંધીએ tweet કરી ને વડાપ્રધાન મોદી પર શાબ્દિક હુમલો કરતા લખ્યું છે કે,  લોકો પાસે તાળી વગાડવા અને દીવો સળગાવવાથી કોરોનાની સમસ્યા દૂર નહી થાય. તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાનને કોઇ ચિંતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના વાઈરસનો સામનો કરવામાં ભારત પુરતી સંખ્યામાં ટેસ્ટિંગ કરી રહ્યું નથી. લોકો પાસે તાળી વગાડવા અને દીવો સળગાવવાથી આ સમસ્યા દૂર નહી થાય.
 

 

 
રાહુલ ગાંધીએ પોતાના tweet  સાથે એક ટેમ્પલેટ શેર કર્યું છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારત પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરી રહ્યું નથી. ટેમ્પલેટમાં તમામ દેશોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર થનારા ટેસ્ટના આંકડા બતાવવા ભારતમાં ઓછી સંખ્યા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે.
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.