હેલ્થ-મિ.રિપોર્ટર, ૨૦મી એપ્રિલ.
દેશમાં કોરોના નો કહેર જારી છે, ત્યારે દેશ માટે થોડા રાહત ના સમાચાર આવ્યા છે. કોરોના થી દેશને મેના પ્રથમ સપ્તાહ બાદ થોડી થોડી રાહત મળશે. જોકે તે પહેલા કોરોના દેશમાં નવા નવા રેકોર્ડ તોડશે. આ અમારું કહેવું નથી, આ તો IIT Kanpur એ Corona virus પર કરેલા રિસર્ચમાં સામે આવ્યું છે.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R
Corona virus પર કરેલા રિસર્ચ અંગે IIT પ્રોફેસર મનિંદર અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતની પિક એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આવશે. આ સ્ટડી ગણિત વિજ્ઞાનના આધારે કરવામાં આવી છે. જોકે પછી તેની ગતિ ઘટવા લાગશે. આ ગ્રાફ પાછલા વર્ષના સંક્રમણને આધાર બનાવી તૈયાર કરવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે આ કોરોના વાઈસ 7 દિવસ સુધી વધુ પ્રભાવી રહેશે. દેશના જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધુ ઘાતક છે ત્યાંના કેસ અને વાઈસનો અભ્યાસ કરી તારીખ અનુસાર ગ્રાફ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક રાજ્ય માટે અલગ-અલગ ગ્રાફ તૈયાર કરી કોરોનાની પીકનો સમય જણાવવામાં આવ્યો છે.
તેમણે વધુમાં દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં વાઈરસ ભારે માત્રામાં ફેલાઈ ચુક્યો છે. પરંતુ 30 એપ્રિલ આવતા-આવતા ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ પોતાની પિક પર હશે અને પછી ઘટવા લાગશે. ઉત્તર પ્રદેશમાં 35000 કેસ દરરોજ આવી શકે છે. દિલ્હીમાં આ આંકડો 30000 હોઈ શકે છે. બંગાળમાં 11000, રાજસ્થાનમાં 10000 અને બિહારમાં 9000 કેસ દરરોજ આવી શકે છે.
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.