ગુજરાતમાં કોરોના વાઈરસનો આંકડો, જો આનંદીબેન પટેલ ફરી CM બને તો સ્થિર થઇ શકે : સુબ્રમણ્યમ સ્વામી

www.mrreporter.in
Spread the love
 

સુબ્રમણ્યમ સ્વામીના tweet થી ગુજરાતમાં ચાલી રહેલી રાજકીય અટકળોને ફરી વેગ મળ્યો,  અટકળોનું બજાર ગરમ

નવી દિલ્હી – મિ.રિપોર્ટર, ૮મી મે. 

ગુજરાતમાં એક તરફ કોરોના વાઈરસના સતત વધી રહેલા કેસો ને લીધે સ્થિતિ સ્ફોટક બની રહી છે. તેવામાં છેલ્લા બે-ત્રણ દિવસ થી ગાંધીનગરમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે તેવા સોશિયલ મીડિયામાં આવી રહેલા અહેવાલ ને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આવામાં દિલ્હીમાં બેઠેલા ભાજપના સીનીયર નેતા સુબ્રમણ્યમ સ્વામીના એક tweet દ્વારા ગુજરાતમાં કોરોના વાઈરસને લીધે ચાલી રહેલા રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે.

www.mrreporter.in

ભાજપના સીનીયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક tweet માં,  આનંદીબેન પટેલ  ફરી મુખ્યમંત્રી તરીકે આવે તો કોરોના વાઈરસનો મોતનો આંકડો સ્થિર કરી શકાય તેમ છે. ગુજરાતમાં અમદાવાદ શહેરની કથળેલી પરિસ્થિતિ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ક્વોરેન્ટીન થયા બાદ રાજકીય ક્ષેત્રે ઘણી અટકળો ચાલી રહી છે.  મોદી સરકાર દ્વારા  ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કેન્દ્રની ટીમ અહીં પહોંચી ત્યાર પછી જ અમદાવાદમાં  સખ્તાઇ ભર્યા નિર્ણયો લેવાયા છે. આવા સમયે સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા જાગી છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.