કોરોના વાઈરસ : અમરિકાથી પરત ફરેલા વૃદ્ધને સયાજી હોસ્પિટલમાં દાખલ : 14 લોકોનું સ્ક્રિનિંગ કરાયું

Spread the love
 
હેલ્થ – વડોદરા, મિ.રિપોર્ટર, ૧૪મી માર્ચ.
 
કોરોના વાઈરસ અંગેના હાઈ એલર્ટ બાદઅમેરિકાના પ્રવાસમાંથી પરત આવેલા 65 વર્ષીય વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના બ્લડ સેમ્પલ લઇને અમદવાદની બી.જે. મેડિકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે.
વડોદરાના કરજણના વૃદ્ધ અમેરિકા ફરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફર્યાં બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેઓને સ્ક્રિનિંગ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના આરએમઓ આર.બી. શાહે જણાવ્યું હતું કે, અમેરિકા આવેલા વૃદ્ધમાં શરદી, ખાસી અને તાવ હોવાથી તેમના બ્લડ સેમ્પલ લઇને લેબમાં મોકલી આપ્યા છે. અમે વૃદ્ધના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન થી દુનિયામાં ફેલાઇ રહેલા કોરોના વાઈરસને વૈશ્વિક સમસ્યા જાહેર કરી દેવામાં આવી છે. કોરોના સામે લોકજાગૃતિને કારણે અથવા તો ભયને કારણે વિદેશ અથવા તો દેશનાં અન્ય રાજ્યમાંથી શહેરમાં આવતા લોકો તેમનું સ્ક્રિનિંગ કરાવી રહ્યા છે.
 
છેલ્લા 24 કલાકમાં દુબઇ, જર્મની, સાઉથ અમેરિકા, કુવેત, તથા પંજાબ. મુંબઇ અને બેંગ્લોરથી વડોદરા શહેરમાં ટૂંકા ગાળામાં આવેલા 14 લોકોનું સયાજી હોસ્પિટલ ખાતે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સયાજી હોસ્પિટલમાં એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં પીડિએટ્રિક, એક ફિઝિશિયન અને એનેસ્થેટિક્સ તબીબો તથા 5 નર્સની ટીમ રાખવામાં આવી છે. હાલ સયાજી હોસ્પિટલમાં બનાવાયેલા આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી રહી છે.
 
(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)