કોરોના વાઈરસ : ભાઈ બેટ્સમેન, ભાભી ફિલ્ડર, હાર્દિક પંડ્યાએ ઘરને જ બનાવી દીધું મેદાન…જુઓ વિડીયો…

Spread the love

સ્પોર્ટ્સ- મુંબઈ, મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ. 

સમગ્ર દેશમાં કોરોના ના લીધે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. IPL સહિતના ક્રિકેટના આયોજનો બંધ થઇ ગયા છે.  આવામાં પંડ્યા બ્રધર્સ હાર્દિક અને કૃણાલ ઘરમાં જ ક્રિકેટ રમીને પોતાનો સમય પસાર કરી રહ્યાં છે.

તાજેતરમાં પંડ્યા બ્રધર્સે Tweet પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં બંને ભાઈ બંધ રૂમમાં ક્રિકેટ રમતા દેખાઈ રહ્યાં છે. વિડીયોમાં તેમણે કહ્યું કે, ‘તમે બધા સુરક્ષિત રહો. બહાર ન નીકળો. તમે ઘરે જ મસ્તી કરી શકો છો જેવી રીતે મેં અને મારા ભાઈએ કરી. આવામાં અમે બધાને એ અપીલ કરીએ છીએ કે, તમે બધા લૉકડાઉનનું પાલન પૂરી રીતે કરો.’

અત્રે ઉલ્લેખનીય છે કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે,  કૃણાલ પંડ્યા બેટિંગ કરી રહ્યો છે જ્યારે હાર્દિક પંડ્યા બોલિંગ. જયારે ફિલ્ડર તરીકે કૃણાલની વાઈફ પંખુડી શર્મા દેખાઈ રહી છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)