કોરોના વાઈરસ : જરોદ સ્થિત NDRFની 9 ટીમો રાજ્યના એરપોર્ટ અને બંદરો ઉપર તૈનાત, લોકોને જાગૃત કરી રહી છે

Spread the love
 
હેલ્થ- વડોદરા, ૬ ઠ્ઠી માર્ચ, મિ.રિપોર્ટર.
 
છેલ્લા કેટલાય સમયથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને પગલે જરોદ સ્થિત 6-એન.ડી.આર.એફ.ની 9 ટીમો ગુજરાતના એરપોર્ટ અને બંદરો ઉપર તૈનાત કરી દેવામાં આવી છે. એન.ડી.આર.એફ.ની ટીમો દ્વારા લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
 
વડોદરા  એરપોર્ટ પર ટીમો તૈનાત
 
વડોદરા જિલ્લાના વાઘોડિયા પાસે જરોદ ખાતે આવેલી 6-એન.ડી.આર.એફ.ની 9 ટીમો દ્વારા ગુજરાતના વડોદરા, અમદાવાદ એરપોર્ટ અને કંડલા બંદર, વેરાવણ બંદર, પોરબંદર, ભાવનગર, દહેજ (ભરૂચ), ખાતે લોકોને કોરોના વાયરસથી જાગૃત કરવામાં આવી રહ્યા છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમો દ્વારા ગુજરાત ઉપરાંત જયપુર અને રાજસ્થાન એરપોર્ટ ઉપર પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં એન.ડી.આર.એફ. દ્વારા 600 ઉપરાંત લોકોને મળીને કોરોના વાયરસથી જાગૃત કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી સાવચેતી રાખવા માટે સ્વચ્છતા જરૂરી હોવાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.