કોરોનાની વેક્સિન : આજે સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિનની એન્ટ્રી

www.mrreporter.in
Spread the love

હેલ્થ-અમદાવાદ, મી.રિપોર્ટર, 11મી જાન્યુઆરી.

 દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. આજે સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે વેક્સિનને લઈ જવામાં આવશે. વેક્સિનને ગાંધીનગર લઈ જવા માટે ગ્રીન કોરિડોર કરવામાં આવશે. એરપોર્ટથી ગાંધીનગરના સમગ્ર રૂટ પર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જયારે ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત રહેશે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

કોરોના રસી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.

મુખ્યમંત્રીએ આગળ કહ્યું હતું કે ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.