કોરોના ની વેક્સીનેશન નહી તો સેલરી નહી, તંત્રએ સરકારી કર્મચારીઓ માટે બનાવ્યો ગજબ નિયમ, તમને પસંદ પડ્યો ?

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, ૨૯મી મે.

દેશમાં કોરોના ની ગતિ ધીમી જરૂર પડી છે. પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. કોરોના ની ત્રીજી લહેરની દહેશત ને જોતા છત્તીસગઢ  ના જનજાતિ વિસ્તારો માટે સરકાર તરફથી એક અજીબોગરીબ આદેશ કરવામાં આવ્યો છે. સરકારે કર્મચારીઓને આદેશ આપ્યો છે કે, જો તેઓ  ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાં રેકોર્ડ માટે કોવિડ વેક્સીનેશન કાર્ડ (Covid Vaccination Card) ની કોપી સબમિટ કરવી પડશે. ત્યારબાદ તેની સેલરી આવશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

જનજાતિ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર એસ.મસરામે કહ્યું કે જે લોકોએ વેક્સીન (Vaccine) ન લગાવવામાં આવે, તેમની જૂન મહિનાની સેલરી (Salary) અટકાવવામાં આવશે. તેના માટે કર્મચારી પોતે જવાબદાર હશે. આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દરેકે આ આદેશના પરિણામ વિશે વિચારવું જોઇએ. લગભગ 90 ટકાથી વધુ કર્મચારી પહેલાં જ વેક્સીન લગાવી ચૂક્યા છે. અમારો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીને પરેશાન કરવા અથવા તેમનો પગાર રોકવાનો નથી, પરંતુ 100 ટકા વેક્સીનેશન કરવાનો છે.

છત્તીસગઢ  સરકારના આદેશ વિષે તમે શું માનો છો ? 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.