કોરોના વેકેશન : તમે ફ્રી માં જોઈ શકો છો, MX Player પર લાઈવ છે ‘Naked’ નામની થ્રિલર સિરીઝ… જુઓ ટ્રેલર….

Spread the love
 
બોલીવુડ – મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ. 
 
દેશમાં કોરોના વાઈરસના લીધે લોક ડાઉન નો સમય ચાલી રહ્યો છે. આ ફરજિયાત મીની વેકેશનના લીધે યંગ સ્ટર્સ ને ઓનલાઈન ફિલ્મો જોવાનો મોકો મળી રહ્યો છે. તાજેતરમાં  થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા બોલીવુડના ડાયરેક્ટર વિક્રમ ભટ્ટે હવે વેબ સીરીઝમાં હાથ અજમાવ્યો છે. વિક્રમ ભટ્ટ હવે પોતાની વધુ એક થ્રિલર સિરીઝ લઈને આવી રહ્યા છે. MXની ઓરિજિનલ સિરીઝ Naked (નેકેડ ) જે હવે એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ MX Player પર લાઈવ છે.

હવે  WhatsApp પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

MX Player પર લાઈવ થયેલી સિરીઝ Naked – નેકેડ સિરીઝની વાર્તાની વાત કરીએ તો એક પોર્ન સ્ટાર, એક પ્રામાણિક ઓફિસર, એક હાઈપ્રોફાઈલ મર્ડર કેસ અને એક મોહક સંદિગ્ધની વાર્તાવાળી થ્રિલર સિરીઝ છે. આ થ્રિલર સિરીઝના મેકર  વિક્રમ ભટ્ટ છે. MX Player એ હાલમાં જ આ સિરીઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
 
નેકેડ સીરીઝની વાર્તાની વધુ ચર્ચા કરીએ તો  સિરીઝની વાર્તા કંઈક એ પ્રકારે છે કે હોટલનો બિઝનેસ કરતા ઋષભ મહેતાની હત્યા થઈ જાય છે. એક પ્રામાણિક પોલીસ ઓફિસર સૂરજ કદમ (આર્યમાન શેઠ) આ કેસની તપાસ શરૂ કરે છે. અને આ કેસની મુખ્ય સંદિગ્ધ નતાશા કામરા સાથે મુલાકાત થાય છે જે એક પોર્નસ્ટાર છે. શું નતાશા દોષી છે કે નહીં? ક્યારેક-ક્યારેક સત્ય પણ ખુલ્લા ભ્રમથી વિશેષ કશું ના હોય તેવું બને છે. રહસ્યમય તેવો આ સિરીઝનો પ્લોટ શરૂઆતથી જ રસપ્રદ છે.
 

અનુપમ સંતોષ દ્વારા દિગ્દર્શિત 10 એપિસોડની આ સિરીઝ માત્ર MX Player પર લાઈવ જોઈ શકશો. આ તમામ એપિસોડ ફ્રીમાં જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)