Tweet કરીને કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલ તમામ ટેસ્ટ કરાવી લે : બચ્ચનના પરિવારના સભ્યો અને સ્ટાફની પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે
મનોરંજન-મુંબઈ, મી.રિપોર્ટર, ૧૧મી જુલાઈ.
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને પોતે જ Tweet કરીને માહિતી આપી છે કે, હું કોરોના પોઝિટિવ આવ્યો છું. છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે તે સૌ તેમનો ટેસ્ટ કરાવી લે. tweet કર્યાની થોડા જ સમયમાં અભિષેક બચ્ચન નો પણ કોરોના પોઝીટીવ આવતા પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ છે. બચ્ચન પરિવાર ને પ્રેમ કરતા લોકો સોશિયલ મીડિયા પર પિતા અને પુત્ર નું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે.
તો બીજીબાજી ઐશ્વર્યારાય સહિત પરિવારને હોમ ક્વોરન્ટીનમા રહેવું પડશે. તેમના પરિવાર અને સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR
દેશના અગ્રણીઓએ Tweet કરીને અમિતાભ જલ્દી સ્વસ્થ્ય થાય તેવી શુભકામના પાઠવી
મુંબઈના ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવીસ, શેહનવાઝ હુસૈન, જ્યોતિ રાદિત્ય સિંધિયા, અરશદ વાર્શી સહિત અનેક અગ્રણીઓએ અમિતાભ બચ્ચન જલ્દી સ્વસ્થ્ય થાય તેવી શુભકામના પાઠવી છે.
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.